News Inside/ Bureau: 18th January 2022
ગોંડલની જગવિખ્યાત શ્રી ભુવનેશ્વરી પીઠ મંદિર અને તેનો ૧૧૭ વષનો જળહળતો ઇતિહાસ સહુ કોઈ જાણે છે. તેમના આદ્યસ્થાપક રાજવૈદ્ય આચાર્યશ્રી ચરણતીર્થ મહારાજ આયુર્વેદ , ધર્મ અને ભારતવર્ષના ઇતિહાસમાં ગાંધીજી ને “મહાત્મા”નું બિરુદ આપી ગોંડલને ગૌરવશાળી બનાવ્યું હતું.ત્યાર બાદ તેમના પુત્ર ગોપાલરત્ન આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજે આ પરંપરા ને આગળ વધારી છે.આયુર્વેદ, ધર્મ ,ગૌસંવર્ધન ,અશ્વસંવર્ધન વગેરે અનેક પ્રવુત્તિઓથી એમને ગોંડલને સમગ્ર વિશ્વના નકશા પર પ્રચલિત કર્યું.વર્ષ ૧૯૯૭માં હોમીઓપેથીક મેડિકલ ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી આ સમસ્ત સંસ્થાની જવાબદારી એમના પુત્ર ર્ડો. રવિદર્શનજી એ સાંભળી છે.નાનપણ થી જ કલાપ્રેમી હોવાથી તેઓ ચિત્રકલામાં રુચિ ધરાવતા હતા. આ જ જર્ની ને દર્શાવવા માટે ર્ડો. રવિદર્શનજી એ પોતાના એક પેઇન્ટિંગ પ્રદર્શીની નું આયોજન 18 – 19 જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ હઠીસીંહ આર્ટ ગેલેરી ખાતે કર્યું છે.ડો. રવિદર્શનજીએ ભારત વર્ષના ખ્યાતનામ ચિત્રકાર રાજા રવિવર્માને પોતાના ગુરુ તરીકે સ્વીકારી તેમની શૈલી અપનાવી છે.આજે યોજવામાં આવેલ એક પ્રિવ્યુ કાર્યક્રમમાં ર્ડો રવિદર્શનજીએ પોતાના ૩૫ પેઈન્ટિંગ્સ દ્વારા શ્રી કૃષ્ણ, રુક્મણિજી, શ્રીલંકામાં સીતાજી , મંદોદરી અને રાવણ વચ્ચેના ભાવો, માં ભુવનેશ્વરીજીના દૈવિક સ્વરૂપ અને રામાયણ, મહાભારત, દેવી ભાગવત તથા આપણા ભારત વર્ષના ધાર્મિક ગ્રંથોમાં દર્શાવેલ પાત્રોને ઈન્ડોવેસ્ટર્ન કલામાં પ્રસ્તુત કર્યા હતા.આ ચિત્રોને બનાવવા માટે કલાકાર એ તેમની મનગમતી ફિલ્મોના દૃશ્યો , સંગીત , તેમની યાત્રાઓ દરમ્યાંન પ્રેરિત સુંદર સ્થળો, રાજમહેલની કારીગરી , ભવ્ય ઇન્ટિરિઅર્સ , ઉત્કૃષ્ટ કલાકારી ધરાવતા અલંકારો , ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ , જગ વિખ્યાત સંગ્રહાલયો માંથી પ્રેરિત કલાકૃતિઓ અને પારિવારિક પોષાકો વિગેરે અનેક પ્રેરણાઓ થી બન્યા છે.આ કાર્યક્રમમાં ઘણા બધા રાજા રજવાડાઓએ પરિવાર સહીત પ્રદર્શન નિહાળ્યું અને કલાકારની સરાહના કરી છે.આગામી તારીખ 18 અને 19 જાન્યુઆરી ૨૦૨૨ના રોજ અમદાવાદ હઠીસિંહ આર્ટ ગેલેરી ખાતે આ ચિત્રોનું પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે.ચિત્રમાં રસ ધરાવતા સૌએ એકવાર આ એક્ઝિબિશન માણવું જોઈએ.