News Inside
- અમીરગઢમાં મચ્છરજન્ય રોગોનો ભરડો !
- તાલુકા હેલ્થ ઓફિસરનો સંપર્ક કરતા તેમને આંખ આડા કાન કર્યા.
અમીરગઢ : સમગ્ર તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તેથી મચ્છર જન્ય રોગોનો વધારો થયો છે હાલમાં રાજયમાં અને જિલ્લામાં મચ્છરજન્ય રોગોથી લોકો સતત પીડાઈ રહ્યા છે ડેન્ગ્યુ ચિકનગુનીયા મલેરીયા જેવા ઘાતક અને જીવલેણ રોગોનો સામનો કરી રહ્યા છે અમીરગઢ સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે લોકોનું વહેલી સવારથી ચેકઅપ માટે લાઈનો લગાવી રહ્યા છે તથા નંબર નોંધાવી વેટિંગ કરી રહ્યા છે અમીરગઢમાં મચ્છરજન્ય રોગો અને વાઇરલ ફીવરના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યોં છે. કેટલાક કેસોમાં રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ પોઝિટિવ પણ આવ્યા છે છતાં આરોગ્યતંત્ર ઘોર નિંદ્રામાં લાગી રહ્યું છે. જોકે એ અંગે તાલુકા હેલ્થ ઑફિસરનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે અમે અમારી કામગીરી કરી રહ્યાં છીએ ગંદકીનો નિકાલ કરવોએ પંચાયતની કામગરીમાં આવે છે અને દવાનો છંટકાવ અમે કરી જ રહ્યા છીએ તો સાવલ એ ઉઠે છે કે મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ ઘટવાની જગ્યાએ વધી કેમ રહ્યો છે.
આ અંગે ગ્રામજનો શુ કહે છે.
જોકે આ અંગે ગ્રામજાનો સહિત હોસ્પિટલના દર્દીઓનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે અમીરગઢમાં કોઈ જગ્યાએ દવાનો છંટકાવ હજુ સુધી કરવામાં આવ્યો નથી જોકે દવાના છંટકાવ ઉપરાંત ફોગીંગ કરાવવાની પણ તાતી જરૂરિયાત લાગી આવી રહી છે. અમીરગઢમાં ઠેર ઠેર ગંદકીનું પ્રમાણ જોવા મળે છે કાટાળી ઝાડીઓ અને વરસાદી પાણીમાં મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધી રહયો છે તેનાથી લોકો સતત બીમારથી પીડાઈ રહ્યા છે દવાની ઘરે ઘરે બિમાર લોકો જોવા મળી રહ્યા છે વાઇરલ અને ડેન્ગ્યુ થતા મેલેરિયાની અસર હોય તેવું ડો. નું કહેવું છે.
સરકારી હોસ્પિટલના ડો. શુ કહે છે
સરકારી હોસ્પિટલના ડો. શ્લોક અગ્રવાલ
શ્લોક અગ્રવાલ છેલ્લા એક વર્ષથી અમીરગઢ સીવીલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે તેમને જણાવ્યુ હતુ કે છેલ્લા 2 મહિનામાં મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધી રહ્યો છે હાલમાં રોજની ૨૫૦ ઓપીડી નોર્મલ હોય છે જેમાં ૫૦% શંકાસ્પદ કેસો હોય છે વધુ જરૂરિયાત લાગે તો બ્લડ રિપોર્ટ કરાવતા રોજના 5 થી 7 કેસ પોઝિટિવ આવી રહ્યા છે. જેમાં ૫૦% કેસો વાઇરલના ફીવર છે લોકોને સતત આ અંગે ફોલોઅપ લેતા રેહવું અને નિયત સમયમાં રિપોર્ટ કરવાં જરૂરી છે પરંતુ અહિયાની જનતા માટે રિપોર્ટ કરવા આર્થિક સ્થિતિને જોતા શક્ય નથી
મચ્છર જન્ય રોગોથી બચવા માટે તેમને જણાવેલ ઉપાયો.
ઘરની આજુબાજુ પણીના ભરાવા દેવું પીવાનાં પાણી અને ફ્લોવર પોર્ટની રોજ ચકાસણી કરવી તથા પાણી બદલતા રેહવું પાણી એકઠું ના થાય તેની નોંધ લેવી આસપાસના વિસ્તારમાં સફાઈ રાખવી અને ગામમાં દવા છંટકાવાની જરૂર છે.
અમીરગઢ સિલિલમાં થતા બ્લડ ટેસ્ટ.
અમીરગઢ સિવિલ હોસ્પિટલમાં અત્યારે મલેરિયા, એચઆઇવી, HBSAG, બ્લડગ્રુપ, T.B, BT/CT, ટાઈફોડ, યુરેન ટેસ્ટ ,UPT ,WBC જેવા ટેસ્ટો રેગ્યુલર થાય છે પરંતુ હાલમાં પરંતુ તેમાં બધા જ ટેસ્ટ નોર્મલ માઇક્રોસ્કોપ પર થઈ રહ્યા છે. હોસ્પિટલમાં હાલમાં જૂનું મોડેલ નું સેલ કાઉન્ટ નું મશીન છે જે કન્ડમ હાલતમાં છે અને બીજું મશીન બાયો કેમેસ્ટ્રી નું છે જે બંદ હાલતમાં છે. તો એક સાથે એટલા બધા રિપોર્ટ માઇક્રોસ્કોપ મશીનથી કરવામાં મુશ્કેલીઓ અનુભવાઇ રહી છે. નવા સેલ કાઉન્ટર મશીનની તાતી જરૂરિયાત છે જેથી લોકોને ઓછા સમયે સારી સારવાર મળી રહે
હોસ્પિટલની અગવડતા.
1. સરકારી ગ્રાન્ટ બહુજ ઓછી આવી રહી છે તેની સામે દર્દીઓની ભરમાર છે
2. ઓછી ગ્રાન્ટમાં દર્દીઓની વિવિધ દવા અને પાઈનો કેમ કરી ચલાવવા એ સવાલ છે
3. દવાઓના સ્ટોક અને લિમિટેડ દવાઓ મળી રહી છે તેની સામે દર્દીઓને વધુ અને વિવિધ દવાઓની જરૂરિયાત વર્તાઈ રહી છે.
અત્યારે આ મચ્છરજન્ય રોગોની સિઝનમાં સામાન્ય રોજના ૧૦૦ જેટલા પાઈન લોકોને ચઢી રહ્યા છે તેની સામે સિવિલમાં IV Set ખૂટી પડ્યા છે હમણાં થોડાં દિવસ અગાઉ જ સેટ મંગાવ્યા હતા પરંતુ વધુ પડતી ઓપીડી અને લોકોની ભરમારમાં ફરી ખૂટી પડયા છે.
ગવરમેન્ટ ગ્રાન્ટની અછત વર્તાઈ રહી છે. દવાઓ લિમિટેડ સ્ટોક છે. સામે દર્દીઓની જરૂરિયાત વધુ અને વિવિધ દવાઓની છે.
અમીરગઢ સિવિલ હોસ્પિટલમાં હાલમાં 14 બેડ છે પરંતુ એક પણ બેડ ખાલી નથી તમામ બેડ ફુલ છે અને સ્થાનિકો એકજણ પાઈન પતે પછી બીજાનો વારો આવે અને ત્યાર બાદ તેને બોટલ ચડાવામાં આવે છે. વેટિંગ માં દર્દીઓ પોતાની સારવાર માટે નંબર લગાવી ને રાહ જોઈ ઉભા રહે છે.આમ એક દર્દીની બોટલ પતે ત્યાં સુધી બીજા દર્દીઓ રાહ જોઇને બેઠા રહે છે તેવી સ્થિતિ ઉભી થઇ છે
બીજી તરફ સિવિલમાં કરવામાં આવતા તમામ ટેસ્ટો હાલમાં માત્ર માઇક્રોસ્કોપ પર જ નિર્ભર છે સામે એટલી મોટી સંખ્યામાં બધા ને રિપોર્ટ અને સારવાર લેવાની ઉતાવળ હોય છે ત્યારે એવામાં હોસ્પિટલને નવા સેલ કાઉન્ટર અને બાયો કેમેસ્ટ્રી મશીન ની તાતી જરૂરિયાત ઉભી થઇ છે જાણવા મળ્યું છે કે બન્ને મશીનોની માંગણી કરી છે અને સતત રિમાઇન્ડર પણ કરતા રહીએ છીએ પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.
પ્રાઇવેટ ડો. નું શુ કહેવું છે તે જાણીએ
ડો અમિત પટેલ શુ કહે છે.
Dr. Amit Patel-News Inside
ડો. અમિત પટેલ ખાનગી હોસ્પિટલ ચલાવે છે અને દસ વર્ષ થી સેવા આપી રહ્યા છે. તેમને જણાવ્યું હતું કે હાલમાં તેમની ઓપીડી નોર્મલ સો ની આસપાસ રહે છે જેમાં મચ્છરજન્ય શંકાસ્પદ કેસો પચાસ ટકા જોવા મળી રહ્યા છે. જેમાં લોકો વાઇરલ અને ડેન્ગ્યુના શિકાર બન્યા હોય તેવું જણાઈ રહ્યું છે.
તેમને જણાવેલ બચવાના ઉપાયો.
આ અંગે લોકોએ સાવચેતી રાખવવા ની જરુર છે લોકોએ ખાવા પીવામાં ધ્યાન આપવું જોઈએ મચ્છરોનો ઉપદ્રવ ના થવા દેવો દવાનો છંટકાવ કરવો
ડો. હંસરાજભાઈ શુ કહે છે
ડો. હંસરાજ ભાઈ પ્રાઇવેટ હોસ્પિટલ
ડો હંસરાજભાઈ ખાનગી હોસ્પિટલ ચલાવે છે અને પાંત્રીસ વર્ષથી સેવા આપી રહ્યા છે રોજની ૧૫૦ જેટલી ઓપીડી રહે છે અને મચ્છરજન્ય રોગોના શંકાસ્પદ અને વાઇરલના કેસો આવી રહ્યા છે. જો દસ લોકોના રિપોર્ટ કારવીએ તો ચાર થી પાંચ ડેન્ગ્યુ મલેરિયા જેવા મચ્છરજન્ય રોગોના પોઝિટિવ કેસો સામે આવી રહયા છે. જેમાં કાઉન્ટ ઘટી જાવા અને વધી જવાના કેસો પણ સામેલ છે.
બચવાના ઉપાયો.
ભીડભાડ વળી જગ્યાએ જવાનું શક્ય બને એટલું ટાળવું વારંવાર હાથપગ ધોવા સાબુ નો ઉપયોગ કરવો સાબુ ના મળે તો ખાલી સ્વચ્છ પાણીથી પણ હાથ ઘસીને ઘરમાં અને ઘરની આસપાસના વિસ્તારમાં સફાઈ રાખવી શંકાસ્પદ લોકોજો આપણી આસપાસના વિસ્તારમાં હોય તો તેમનાથી દુરી બનાવી રાખવી
અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના છેવાડાનો વિસ્તાર ગણાતો અમીરગઢ તાલુકો ટ્રાઇબલ વિસ્તાર છે લોકો નાના મોટા ધંધા અને ખેતી પર નિર્ભર કરે છે ત્યારે એવામાં દરેક લોકો મેડિકલ ટ્રીટમેન્ટના ખર્ચથી ડરતા હોય છે અને બ્લડ રિપોર્ટના નોર્મલ સાતસો થી આઠસો રૂપિયા થાય છે ત્યારે લોકો મોટા ભાગે બ્લડ રિપોર્ટ કરવાનું ટાળતા હોય છે અને સામાન્ય ટ્રીટમેન્ટ લેવાનું પસંદ કરે છે પરંતુ ડો. ના કેહવા મુજબ નિયત સમયે રિપોર્ટ વિના સારવાર કઈ રીતે આપવી એ અમારી મુશ્કેલીનો વિષય છે. અને દરેક લોકો દર ત્રીજા ચોથા દિવસે રિપોર્ટનાં પૈસા ખર્ચી શકે તેવી આ વિસ્તારના ગરીબ લોકોની સગવડ નથી હોતી ત્યારે આવામાં મચ્છરજન્ય રોગોનો કઈ રીતે સામનો કરવો ડો. માટે પણ મુશ્કેલીનો વિષય છે બીજી બાજુ હેલ્થ વર્કરોની નિષ્ક્રિયતા સામે આ એક ચેલેન્જ છે. એવામાં સરકાર તરફથી કે કોઈ દાતા તરફથી અમીરગઢ સિવિલ હોસ્પિટલને સેલ કાઉન્ટર અને બાયો કેમેસ્ટ્રી મશીનની ભેટ મળે તો જનતા અને સ્ટાફની મુશ્કેલીથી નીવડી શકાય છે.
અમીરગઢ તાલુકા હેલ્થ ઓફિસરના કેહવા મુજબ જો તેમની ટિમ કામ કરી રહીં છે તો છેલ્લા કેટલાક મહિનામાં મચ્છર જન્ય રોગોમાં ઘટાડો થવાને બદલે સતત વધારો કેમ થઈ રહ્યો છે તે સવાલ ઉભો થાય છે.