News Inside/ Bureau: 3rd January 2022
હિંમતનગર: શહેરના સ્વામિનારાયણ મંદિર કાંકણોલ ખાતે ભારતીય જનતા પક્ષ દ્વારા પ્રાંતિજ શહેર અને તાલુકા નો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો જેમાં વિવિધ વકતાઓએ અપેક્ષિત કાર્યકરોને માર્ગદર્શન આપેલ જેમાં પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ ભાજપ નો ઇતિહાસ અને વિકાસ ઉપર, જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલે આપણી કાર્યપદ્ધતિ સંરચનામાં આપણી ભૂમિકા, જીલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવરે શક્તિ કેન્દ્ર અને માં કરવાના કાર્યક્રમો વિશે, અશ્વિનભાઈ પટેલે આજની વૈચારિક મુખ્યધારા આપણી વિચારધારા, વી.ડી. ઝાલાએ કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓ, જ્યારે જિલ્લા સંગઠન પ્રભારી રેખાબેન ચૌધરીએ સમાપન પ્રસંગે જણાવેલ કે, પ્રાંતિજ શહેર મંડલ ની પ્રશિક્ષણ વર્ગ માં ૨૦૧૪ પછી નું બદલાયેલું ભારત. વંશવાદ- કુટુંબવાદ અને ગઠબંધન સરકાર નો અંત આવ્યો અને આઝાદી પછી મા ભરતી ને પરમ વૈભવ માટે ના ધ્યેય સાથે બહુમતી થી સાંસદમાં ભારત માતા કી જય નો જયગોષ. રેખાબેન ચૌધરીએ વધુમાં જણાવેલ કે, અંત્યોદય અને એકાત્મ માનવ દર્શન ની વિચારધારા સાથે ચાલતી ભારતીય જનતા પાર્ટી ના સાશન માં પહેલે શૌચાલય બાદ મે દેવાલય ને પ્રાધાન્ય આપવામાં આવ્યું. જે અંતરિયાળ વિસ્તારમાં વીજળી નહતી ત્યાં પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના હેઠળ એલ.ઈ.ડી. બલ્બ અને ટયુબ અપાયા. માતા બહેન ના સ્વાસ્થ અને સમય ની ચિંતા કરી મફત ગેસ આપવા મા આવ્યા. પ્રધાનમત્રી મુદ્રા યોજના, સ્ટાર્ટ અપ, મેક ઈન ઈન્ડિયા નો વ્યાપ વધારવા માં આવ્યો. રેખાબેન ચૌધરીએ વધુમાં જણાવેલ કે, સુખ શાંતિ સલામતી સાથે આંતકવાદ નો ખાત્મો સર્જીકલ અને એર સ્ટ્રાઈક કરી સબળ નેતૃત્વ નો પુરાવો ભારત ને મળ્યો. આર્ત્મનિભર ભારત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ શ્રી નું આગવું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. કોરોના મહામારી માં અગાઉ ની સરકારે આરોગ્ય ક્ષેત્ર ૫૫ વર્ષ કઈ નહિ કર્યા નું પોલ ખુલ્યું. આજે આરોગ્ય અને સંરક્ષણ ક્ષેત્રે દેશ પી.પી.ઈ.કીટ, માસ્ક, ઓકસીજન માટે આર્ત્મનિભર બન્યો. ૧૦૮ સંરક્ષણ ક્ષેત્રે આયાત બંધ કરી દેશી ભારતીય બનાવટ ના હેનડગ્રેનેડ. મિસાઈલ, ટોપ બનાવવા શરૂ થયા. ક્રૂડ અંગે ની સમસ્યા માટે ઇલેકટ્રીક વાહનો નો વ્યાપ વધારવા પગલાં ભરવામાં આવી રહ્યા છે. આમ ૨૦૧૪ પછી સામાજિક, શૈક્ષણિક, વેપારિક, આંતરરાષ્ટ્રીય વેપાર, સંરક્ષણ, આંતકવાદ મુક્ત ભારત, આરોગ્ય ક્ષેત્ર, યુવાનો, મહિલા, શહેર, ગામડા, લગુમતી, આદિવાસી, સવર્ણો નો સર્વાંગી વિકાસ માટે નો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. ભારત મેક ઈન ઈન્ડિયા થી મેક ફોર વર્લ્ડ ની ભૂમિકા માં આવી ગયો. ભારત દેશ વિશ્વગુરુ બની રહ્યો છે. આવનારા બે દાયકા સુધી નો રોડ મેપ તૈયાર થઈ ગયો છે.