ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ વાર્તા કથન ટેકનોલોજી અને અન્ય તમામ બાબતોમાં પરિવર્તન અને પ્રગતિ કરી ચૂક્યો છે.ગુજરાતી ફિલ્મો વ્યવસાઇક સફળતા સાથે ક્રિટીકલ પ્રશંસા પણ મેળવે છે અને હવે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સન્માન પણ મેળવે છે.
કાંસ ફિલ્મ ફેસ્ટિવલ માં હાજર રહેવું કે ફિલ્મ પસંદ થવી એ ગૌરવ ની વાત છે અને ગુજરાતી ફિલ્મ “ગાંધી ની બકરી” હવે કાંસ ફિલ્મ ફેસ્ટિવલ માં વર્લ્ડ વાઈડ પર્દશિત થવાની છે.નિર્માતા નિર્દેશક ઉત્પલ મોદી ૧૪ જેટલી ગુજરાતી ફિલ્મ ડિરેકટ કરી ચૂક્યા છે.હિન્દીના જાણીતા સાહિત્યકાર સર્વેશ્વર દયાળ સક્સેનાના રાજકીય કટાક્ષ નાટક “બકરી” પરથી બનેલી ઉત્પલ મોદીની ફિલ્મ “ગાંધીની બકરી” જુલાઈ મહિનામાં કાંસ ફિલ્મ ફેસ્ટિવલ માં ૭ જુલાઈના ૯:૩૦ વાગે દુનિયા ભરમાં પ્રદર્શિત થશે,જે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ગૌરવની વાત હશે.
ગાંધીની બકરી ફિલ્મમાં ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અનુભવી કલાકાર અર્ચન ત્રિવેદી,બાપોદરા,મનીષ પાટડિયા,કિરણ જોષી,ડિમ્પલ ઉપાધ્યાય,શેલેન્દ્ર વાઘેલા,અને ખાસ ગોપી દેસાઈ જેવા જાણીતા કલાકારો અભિનય કરી રહ્યા છે.