[vc_row][vc_column width=”1/2″][vc_column_text]
ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિની બદલી કરવામાં આવી છે. જયંતી રવિને કેન્દ્રમા પ્રતિનિયુક્તી પર આદેશ કરાયા છે. તેઓને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. લાંબા સમયની અટકળો બાદ અંતે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિની અચાનક બદલી સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે.3 વર્ષનું કાર્યકાળ પૂરું થતા આ બદલી કરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના મહામારી દરમ્યાન સેકન્ડ વેવમાં મિસમેનેજમેન્ટનો ટોપલો જયંતી રવિ પર ઢોળીને તેમને ટાઢા પાણીએ કાઢવામાં આવ્યા હોવાનું પણ સ્વર્ણિમ સંકુલના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.વર્ષ 2002માં ડોક્ટર જયંતિ રવિ પંચમહાલ જિલ્લાના કલેક્ટર હતા. આ પછી ગ્રામવિકાસ પ્રધાનમંત્રી કાર્યાલય, શિક્ષણ વિભાગ, જેવા વિભાગોમાં તેમનુ મહત્વનું યોગદાન આપ્યું છે. તેઓ કડક વહીવટકર્તા તરીકે પણ જાણીતા છે. જયંતિ રવિ ૧૧ જેટલી ભાષા જાણે છે. તેઓએ સંસ્કૃત ભાષામાં અંગ્રેજીમાં ઘણા પુસ્તકો લખ્યા છે.
[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_column_text]
તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે. તેઓ મૂળ દક્ષિણ ભારતના છે અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને હાવર્ડ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો છે. તેમણે મેનેજમેન્ટ વિષયમાં પણ પીએચડી કર્યું છે. આટલું ભણ્યા બાદ પણ સતત મૃદુભાષી અને જમીનને જોડાયેલા રહેલા અધિકારી છે. લાંબા સમયથી જયંતી રવિના બદલીના ભણકારા વાગી જ રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર તરફથી સૂચના મળતાં જ રાજ્ય સરકાર દ્વારા જયંતી રવિને રાજ્યની સેવામાંથી છૂટાં કરવા માટેની ઔપચારિકતા આરંભી દેવાઈ હતી. જયંતી રવિ પુડુચેરીના મુખ્ય સચિવ બનાવાશે તેવી ચર્ચા હતી. પરંતુ તેના બદલે તેમને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. તેમજ, તેમને આ પ્રકારનું ટ્રાન્સફર કેમ આપવામાં આવ્યું છે તેના પર અનેક ચર્ચા ચાલી રહી છે. તેમને એકાએક કેમ ટ્રાન્સફર આપવામાં આવ્યું તે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતના નવા આરોગ્ય અગ્ર સચિવ કોણ હશે તેના પર પ્રશ્નાર્થ છે. વહીવટી પ્રક્રિયા અંતર્ગત કોણ નવા અગ્રસચિવ પર ચર્ચા કરાશે. કોરોનાની ત્રીજી વેવ આવવાની શક્યતા છે. આવામાં કોને આ હોટ સીટ સોંપાશે તેના પર સૌની નજર છે.
[/vc_column_text][/vc_column][/vc_row]