News Inside/Bansari Bhavsar: 10th March 2022
ગુજરાતમાં દારૂ સેવન તેમજ દારૂનું વેચાણ પ્રતિબંધિત હોવા છતાં રોજ આ પ્રશ્ન ઉભો થાય છે. ઠેર ઠેર દારૂ વેચાય છે તેમજ સેવન કરાય છે. ત્યારે ગુજરાતના અમદાવાદ ગ્રામ્યમાં ધોળકા તાલુકામાં દેશી દારૂની ભઠ્ઠીઓ સામે આવી છે. ધોળકા તાલુકાના પોલીસ સ્ટેશન દ્વારા રાત દિવસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ઘણા બધા બુટલેગરો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. અને આ જ કારણોસર ત્યાંના બુટલેગરોમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે. હાલમાં ધોળકાના ઘણા બુટલેગરો દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલવતા હતા જેમાં અજયભાઇ, સુનીતાબેન દેવીપૂજક, લક્ષ્મીબેન દેવીપૂજક વગેરેનો સમાવેશ થાય છે. 2 દિવસ પેહલા જ લક્ષ્મીબેન પર પ્રોહિબિશન એક્ટ અધિનિયમ 65 અ અંતર્ગત દેશી દારૂ વેચવા પર કેશ કરવાં આવેલ છે.