News Inside/ Bureau: 20th November 2021
અમદાવાદ : 20 નવેમ્બર પૂરા વિશ્વમાં વિશ્વ બાળ દિવસ તરીકે મનાવવામાં આવે છે.વિશ્વના દેશોમાં ઉજવાતો વિશ્વ બાળ દિવસ તેમના ભવિષ્યને ઉજળું બનાવવા તેમના પ્રતિષ્ઠામાં વધારો કરવાનો છે કેમકે તેઓ દેશના તાજ સમાન છે. યુનાઈટેડ નેશન જનરલ એસેંબલી દ્વારા બાળકોના હકોની ઘોષણા સ્વીકારાઈ છે.
વિશ્વ બાળ દિવસ આંતરરાષ્ટ્રીય એકતા , વિશ્વભરના બાળકોમાં જાગૃતિ, અને બાળકોના કલ્યાણ માટે ઉત્સાહને પ્રોત્સાહન આપે છે. વિશ્વ બાળ દિન 2021 ની ઉજવણી દરેક માટે વિસ્તૃત અવકાશ પૂરો પાડશે. આ વર્ષની ઉજવણીની થીમ “ ઇન્વેસ્ટિંગ ઇન અવર ફ્યુચર મિન્સ ઇન્વેસ્ટિંગ ઇન અવર ચિલ્ડ્રન” –(આપણા ભવિષ્યમાં રોકાણ કરવું એટલે આપણા બાળકોમાં રોકાણ કરવું”) છે. સ્કૂલ ન ગયા હોય તેવા, નિર્બળ અને હાંસિયામાં ધકેલાઇ ગયા હોય તેવા બાળકો માટે યુનિસેફ દ્વારા વિશ્વભરમાંથી મિડયા, રાજકારણ, બિઝનેસ, સ્પોર્ટ, અને મનોરંજન ક્ષેત્રે આગળ હોય તેવા બાળકોને વોઇસ સપોર્ટ આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
સાયન્સ સિટી દ્વારા એલિક્ષીર ફાઉન્ડેશન ની ભાગીદારીમાં યુનિસેફ, યુવાહ અને ગુજરાત યૂથ ફોરમ સાથે સંયુક્ત રીતે 20 નવેમ્બરે સાયન્સ સિટી ખાતે સવારે 10:30 થી સાંજે 5:30 દરમિયાન વિશ્વ બાળ દિવસની ઉજવણી કરવામાં આવશે. આપણે જ્યાએર કોવિડ મહામારી માઠી ઊભરી રહ્યા છીએ ત્યારે આ ઉજવણીનો હેતુ હકારાત્મક બદલાવ લાવવા સક્ષમ બને તે રીતે બાળકોને શિક્ષિત અને મજબૂત કરવાનો છે. ઉજવણીમાં પેનલ ડિસકાશન, ઇન્ટરએક્ટિવ સેશન્સ , હેંડ્સ ઓન વર્કશોપ અને વર્લ્ડ સાયન્સ સિટીના અદભૂત આકર્ષણોની સફરનો પણ સમાવેશ છે. ભાગ લેનાર બાળકો સાથે સરકારી વિભાગ તથા યુનિસેફના મહાનુભાવો, યુવા અગ્રણીઓ અને સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ તથા અગ્રણીઓ પણ આ ઉજવણીમાં જોડાશે.