GMDC ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા યુવાનોએ પોલીસને જોઈ નાસભાગ મચાવી – ક્રિકેટ બેટ અને મેચિસ બોલનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો.

news inside gmdc

Nidhi Dave, Journalist

અમદાવાદ : રવિવારની વહેલી સવારથી શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા ગ્રાઉન્ડ પર યુવાનો ક્રિકેટ રમતા નજરે પડતા હોય છે. ક્રિકેટ ચાહકો વહેલી સવારથી જ ક્રિકેટ રમવા માટે ભેગા થઇ જતા હોય છે. પરંતુ ક્રિકેટ રસિયાઓને અત્યારે કોરોનાની મહામારીનું ભાન ભૂલતા GMDC ગ્રાઉન્ડ માં ક્રિકેટ રમવા માટે પોહ્ચ્યા હતા. ખુબજ મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમતા હોવાના કારણે પોલીસનો કાફલો GMDC ગ્રાઉન્ડ પર પોહ્ચ્યો હતો. મોટી સંખ્યમાં યુવાનોને માસ્ક પણ પેહર્યું ન હતું તેમજ કોઈ જ પ્રકારનું સોસીયલ ડિસ્ટન્સ રાખ્યા વગર માત્ર ક્રિકેટ રમવામાં મોહિત યુવાનોએ જયારે એકાએક પોલીસ ને જોઈ ત્યારે ગ્રાઉન્ડમાં નાસભાગ મચાવી હતી. પોલીસને જોતા મોટી સંખ્યામાં યુવાનોને ભાગદોડ મચાવી હતી.

મોટી સંખ્યામાં યુવાનોનો દ્વારા ક્રિકેટ રમતા હોવાના કારણે સ્વભાવિક રીતે કોરોનનું સંક્રમણ ન ફેલાય તે માટે પોલીસને કામગીરી કરવી પડી હતી. પોલીસ વાન સાથે 7 થી 8 પોલીસની ગાડીઓ GMDC ગ્રાઉન્ડ પર આવીને પોતાની કામગીરી શરુ કરી હતી. ક્રિકેટ રમતા યુવાનોને પોલીસે પકડી પડતા તેઓને પાસે રહેલા ક્રિકેટ બેટ અને મેચીસ બોલને મુદ્દામાલ રૂપે જપ્ત કરવામાં આવ્યો છે.

હાઇકોર્ટ દ્વારા પણ કડક પગલાં લેવા માટે તંત્રને સૂચના આપવામાં આવી છે કે, સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અને જે જે સ્થળો ઉપર ઝડપથી સંક્રમણ ફેલાતું હોય તે સ્થળો ઉપર તંત્રએ ધ્યાન રાખી યોગ્ય પગલાં લેવા આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ક્રિકેટ પ્રેમીઓને કોરોનાથી કોઈ લેવા દેવા ન હોય તે રીતે સવારથી ક્રિકેટ રમવા મોટી સંખ્યામાં GMDC ગ્રાઉન્ડ ખાતે એકઠા થઇ ક્રિકેટ રમી રહ્યા હતા. પોલીસે પણ આ વાતને નજર અંદાજ ન કરતા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment