અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પાસે હોવા છત્તા ફરી દરુના અડ્ડાઓ ધમધમતા થયા
News Inside
- વિદેશી તેમજ દેશી દારૂના જાહેરમાં ચાલે છે સ્ટેન્ડ ?
- અનિરુદ્ધસિંહ કોણ છે ? અને કોનો વહીવટ કરે છે ?
- શું DCP ઝોન 3 ને પણ વહીવટ પોહ્ચાડવામાં આવે છે ?
- કેમ બુટલેગરોને પકડવામાં આવતા નથી ?
- ગાંધીના ગુજરાતમાં દારૂના સ્ટેન્ડની જાહેર પરમીશન આપવામાં આવી રહી છે ?
ગુજરાત રાજ્યમાં દારૂબંધીની માત્ર મોટી મોટી વાતો થઈ રહી છે જેની વચ્ચે અમદાવાદ શહેરમાં બેફામ દેશી અને વિદેશી દારૂનું વેચાણ શરૂ થઈ ગયું છે. અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂનું મોટાપાયે વેચાણ થતું હોવાનો એક વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો ત્યાં દારૂ પીતા જોવા મળી રહ્યા છે. એક વ્યક્તિ ખુલ્લેઆમ પૈસા લઈ અને દેશી દારૂની થેલીઓ આપતો નજરે પડે છે. જ્યાં બીજી તરફ દારૂડિયાઓના હાથમાં ચાર-ચાર- ને પાંચ-પાંચ દારૂની પોટલીઓ જોવા મળી રહી છે. બેફામ રીતે જમાલપુર ફૂલ માર્કેટની પાછળ જાહેરમાં દેશી અને વિદેશી દારૂનું વેચાણ થતું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે જ્યારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સાથે સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડ્યા ન હતા. ઝોન 3ના DCP સાથે News Inside પત્રકાર દ્વારા આ વાતની હકીકત જાણ કરતા તેઓ એ જણાવ્યું હતું કે, વિડીઓ સાથે માહિતી મોકલી આપો હું તપાસ કરી કડક કાર્યવાહી કરાવીશ.
અનિરુદ્ધસિંહનો એવો તો કેવો વહીવટ ?
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ગાયકવાડ હવેલી વિસ્તારમાં જ આવે છે. તેમ છત્તા તે વિસ્તારમાં દારૂના અડ્ડાની જાહેર પરમીશન આપવી તે મોટી વાત માનવામાં આવે છે. ગાયકવાડ પોલીસ સ્ટેશનના વહીવટદાર એવો તો કેવો વહીવટ કરે છે અને કોનો કોનો વહીવટ કરે છે કે વિસ્તારમાં દેશી તેમજ વેદીશી દારૂની અછત ક્યારેય જણાતી નથી. બેફામ બનેલા બુટલેગરો ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા નજરે પડતા હોય છે.
1, કાલુ
દારૂના અડદનું સ્થળ : સપ્તર્ષિ સ્મશાનની સામે શાક માર્કેટની અંદર જમાલપુર
૨, મુનીયો
દારૂના અડદનું સ્થળ : અબદાર વાળાની પોળની સામે જમાલપુર
3, કમલેશ
દારૂના અડદનું સ્થળ : ફૂલ બજારની પાછળ ખુલ્લી જગ્યામાં જમાલપુર
અમદાવાદ શહેરમાં દેશી દારૂ- જુગારની પ્રવૃત્તિઓ સદંતર બંધ હોવા છતાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઇ અને તેમના વહીવટદારના રહેમનજર હેઠળ મોટપાયે દેશી અને વિદેશી દારૂના જાહેરમાં અડ્ડાઓ ધમધમી રહ્યા છે. આવા જાહેર સ્ટેન્ડ શરૂ થતાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ઉપરોક્ત ત્રણ અડ્ડાઓના સિવાયના અન્ય દારૂના અડ્ડાઓના લીસ્ટ અને વીડિઓ પુરાવા આવતા આર્ટીકલમાં જાહેર કરવામાં આવશે.
પૂરો Video જોવા માટે અહી ક્લિક કરો…….
Video of a liquor den running in the Jamalpur area went viral #NEWSINSIDE pic.twitter.com/O5nSGrg75J
— NEWS INSIDE (@NEWSINSIDEMEDIA) February 18, 2022
તમારા વિસ્તારની માહિતી અમારા સુધી પોહ્ચાડવા માટે WHATSAPP બટન પર ક્લિક કરો.