News Inside
અમદાવાદ : નારોલ વિસ્તારમાં આવેલા શાહવાડી જવાના રસ્તા ઉપર નકલી (બોગસ) ડોક્ટર હરિદાસ ઠાકુર બિસ્વાસ છેલ્લા ઘણા વર્ષોથી સ્થાઈ દવાખાના નામનું ક્લિનિક ખોલી માનવ આરોગ્ય સાથે ચેડાં કરતા નારોલ પોલીસે ધરપકડ કરી છે. ન્યુઝ ઇન્સાઇડની ટીમને સૂત્રોના આધારે માહિતી મળેલ હતી કે, નારોલ વિસ્તારમાં એક વ્યક્તિ વગર ડિગ્રીએ દવાખાનું ચલાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. અને એલોપેથિક દવાઓનું વેચાણ પણ કરી રહ્યા છે. દર્દીઓને ઇન્જેક્શન પણ મારે છે. મળેલ માહિતીની તપાસ હાથ ધરતા ન્યુઝ ઇન્સાઇડની ટિમ નકલી ડોક્ટરના દવાખાના ઉપર જઈ ડોક્ટરની સાથે વાત કરતા ડિગ્રી વગર દવાખાનું ખોલી સારવાર કરતા હોવાનો ખુલાસો થયો હતો. તંત્રી નિધિ એમ.દવે દ્વારા નારોલ પોલીસને જાણ કરી ડોક્ટરને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
અમદાવાદ : માનવ જીવન સાથે ચેડાં કરતા નકલી(બોગસ) ડોક્ટરને ધરપકડ કરી સારી કામગીરી કરનાર અધિકારી નારોલ પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એ.ગોહિલ pic.twitter.com/aCeYm3bN8S
— NEWS INSIDE (@NEWSINSIDEMEDIA) January 19, 2022
નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ.ગોહિલ સાહેબના માર્ગદર્શન અને સૂચનાના આધારે નકલી(બોગસ) ડોક્ટર હરિદાસની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં નકલી ડોક્ટરની પૂછપરછ કરતા દવાખાના માંથી એલોપેથિક દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ બીમાર દર્દીઓને સારવાર આપતા હોવાનો ખુલાસો થયો હતો. તપાસમાં નકલી ડોક્ટર બંગાળનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું તેમજ છેલ્લા ઘણા વર્ષોથી નારોલ વિસ્તારમાં માનવ જીવન જોખમાઈ એ રીતે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હોવાની માહિતી મળી હતી. આરોપીના દવાખાનામાં એલોપેથિક તેમજ આયુર્વેદિક દવાઓનો જથ્થો રાખી બિમાર દર્દીઓની સારવાર અંગે કોઈ આધાર પુરાવા રજુ કરવાનું કહેતા ડોક્ટરનો ભાંડો ફૂટ્યો હતો. નકલી ડોક્ટર પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી કે પુરાવા ન હોવાનું જાણવા મળ્યું હતું. નારોલ પોલીસ દવાખાનામાં જય વધુ તાપસ કરતા લાકડાના ટેબલ માંથી ઇન્જેક્શન, નીડલ, સીરપ તેમજ જુદી જુદી કંપનીઓની દવાઓનો જથ્થો મુદ્દામાલ રૂપે જપ્ત કરવામાં આવ્યો હતો. નકલી ડોક્ટર વિરુદ્ધમાં ઈ.પી.કો. કલમ 366 તથા ધી ગુજરાત રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 ની કલમ 30 તેમજ 33 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. માનવહિત માટે નારોલ પોલીસની સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.