વાડજ: મહિલા અને કોન્સ્ટેબલે કાવતરું રચી PSI મિશ્રા વિરુદ્ધ કરેલી ફરિયાદ પાયાવિહોણી- લોકચર્ચા

કોન્સ્ટેબલે બદલાની ભાવનાથી PSI વિરુદ્ધ ફરિયાદ નોધાવડાવી-ચર્ચા 6 જુલાઈના રોજ કોન્સ્ટેબલ મુકુન્દસિહ વિરુદ્ધમાં PSI મિશ્રાએ નોંધી હતી ફરિયાદ હિરલએ 100 નંબર ઉપર મુકુન્દસિહ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી શા માટે સમાધાન કર્યું ? 2019માં બનેલ ઘટનાની ફરિયાદ 2020માં શા માટે ? 9 મહિનાથી વધુ વીતી ગયા બાદ મહિલાએ ફરિયાદ શા માટે નોંધાઈ ? હિરલ શાહ અને કોન્સ્ટેબલ મુકુન્દસિહ વચ્ચેના સબંધ શું છે ? અમદાવાદ : વાડજ પોલીસ સ્ટેશનમાં હિરલ શાહ નામની એક મહિલાએ 13 જુલાઈના રોજ વાડજ પોલીસ ચોકીના PSI મિશ્રા વિરુદ્ધમાં એક વર્ષ અગાઉ હોટલમાં લઇ જઈને છેડતી કર્યા હોવાની ફરિયાદ…

PCBના જુગારધામ ઉપર દરોડા 12 જુગારીઓની ધરપકડ

એલિસબ્રિજ બંધ મકાનમાં ચાલતા જુગારધામ ઉપર PCBના દરોડા અમદાવાદ : એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાં ચાલતા જુગારધામ ઉપર PCB ની ટિમ દ્વારા રેડ કરવામાં આવી હતી. પાક્કી બાતમીના આધારે જુગારધામ ઉપર દરોડા કરતા 12 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. બંધ મકાનમાં 12 જુગારીઓ દ્વારા જુગાર રમવામાં આવતો હતો. 12 ઈસમો પાસેથી 74,510નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

છત્તીસગઢ : 100થી વધુ ITના અધિકારીઓ 3 દિવસથી દરોડા પાડી રહ્યા છે

છત્તીસગઢમાં આજે સતત ત્રીજા દિવસે પણ ઇન્કમ ટેક્સ અધિકારીઓના દરોડા ચાલુ રહ્યા. ITની ટીમે રાયપુર, ભિલાઇ, બિલાસપુરમાં 10થી વધુ લોકોના ઠેકાણાઓ પર છાપા માર્યા છે. તેમાં રાયપુરના મેયર એજાજ ઢેબર, CMના ઉપસચિવ સૌમ્યા ચોરસિયા, IAS અનિલ ટુટેજા અને વિવેક ઢાંડ સામેલ છે. પહેલા દિવસે દિલ્હીથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા ITના 105 અધિકારી આવ્યા હતા. દરોડામાં કરોડોની જ્વેલરી, હીરા, કેશ અને દસ્તાવેજ મળ્યા છે.

ફાંસીના 3 દિવસ પહેલા નિર્ભયાના દોષીનો નવો પેંતરો

નિર્ભય ગેંગરેપ અને હત્યાના દોષી અક્ષયે ફાંસીના ૩ દિવસ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને દયા અરજી મોકલી છે. જેમાં અક્ષયે દાવો કર્યો છે કે, પહેલા કરાયેલી અરજીમાં બધા તથ્યો ન હતા. જોકે, અગાઉ રાષ્ટ્રપતિ કોવિંદ અક્ષયની દયા અરજી ફગાવી ચુક્યા છે. નિર્ભયાના દોષી અક્ષયનો ફાંસીથી બચવા માટે આ નવો પેંતરો છે. ઉલ્લેખનીય છે કે, નિર્ભયાના દોષીઓને 3 માર્ચ સવારે 6 વાગ્યે ફાંસી આપવાનું ડેથ વોરંટ જાહેર કરાયું હતું.

મહિલા પ્રોફેશરને વિદેશી વેબસાઈટ પર બદનામ કરનાર સ્ટુડન્ટની પોલીસએ કરી ધરપકડ

ઠપકો આપતા પ્રોફેશરની બાદનામીનું કારસ્તાન કરનાર સ્ટુડન્ટની સાઇબર ક્રાઇમએ ધરપકડ કરી. ફેક ID બનાવીને પ્રોફેશરના ફોટા ઈ-મેઈલ અને મોબાઈલ નંબર ઉપર વાઇરલ કર્ય હતા. મહિલા પ્રોફેશર વારંવાર ઠપકો આપતા રોષે ભરાયેલા સ્ટુડન્ટએ પ્રોફેસર વિરુદ્ધ કાવતરું કર્યું હતું. બદલો લેવા માટે ફેક ID બનાવીને મહિલા પ્રોફેશરના ફોટો વિદેશી વેબસાઈટ પર વાઇરલ કર્યા હતા. ત્યાર બાદ તે ફોટાને ઈ-મેઈલ અને મોબાઈલ નંબર ઉપર ફરતા કરી મહિલાની સોસીયલ મીડિયા ઉપર બદનામ કર્યા હતા. પોલીસથી બચવા આરોપીએ વિદેશી વેબસાઈડ ઉપર મહિલા પ્રોફેસરનો મોબાઈલ નંબર અને ફોટોગ્રાફ વાઇરલ કર્યા હતા.આરોપીએ ફેક ID ઉપરથી આચરેલા કૃત્યના…

વસ્ત્રાપુર વિસ્તારમાં દારૂ પીધેલી હાલતમાં ચાર યુવતીઓની ધરપકડ

નશાની હાલતમાં બિભસ્ત ચેનચાળા કરતી યુવતી સહીત કુલ 5 ની ધરપકડ અમદાવાદ: વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ લાડ સોસાયટી રોડ ઉપરના શાલીન એપાર્ટમેન્ટમાં પીજીમાં રહેતી મિઝોરમની યુવતીઓ દારૂની મહેફિલ માણતા ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર યુવતીઓ અમદાવાદના જુદાજુદા સ્પામાં નોકરી કરતી હતી.મિઝોરમની 4 યુવતી અને 1 યુવાન ફ્લેટમાં જ દારૂની મહેફિલ માણતા હતા. આ પાંચેય દારૂ પીને મોટા અવાજે ગીતો વગાડીને ડાન્સ કરી રહ્યા હતા. અને બારીના પરદા ખુલ્લા રાખીને બીભત્સ ચેનચાળા કરી રહ્યા હતા.જેથી આ અંગે સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરી તમામને પોલીસ હવાલે કર્યા હતા.આ પાંચેય થોડા દિવસ…

સાણંદના શાંતિપુરા પાસેથી જુગારધામ પકડાયું: 11 જુગારીઓ , વાહનો સહીત કુલ 1.31 કરોડનો મુદ્દામાલ જપ્ત

શાંતિપુરા સર્કલ પાસે આવેલા ગોકુલધામમાં પોકર-પાનાનો જુગાર રમતા 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના ૧૧ આરોપીઓને રોકડ રકમ કુલ ૧.૩૧ કરોડના મુદ્દામાલ સાથે એલસીબીએ ધરપકડ કરી હતી. અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં રહેતા સંજય અશોક સવાણી અને કેશવનગર અમદાવાદમાં રહેતા ધીરજ કલ્યાણ સોલંકીનો શંતિપુરા પાસેની ગોકુલધામ સોસાયટીમાં આવેલા પ્લોટ નંબર ૧૫૮ મેડોવ્સ-2 આ પ્લોટના મકાનમાં પોકર-પાનાનું જુગારધામ ચાલતુ હોવાનું એલસીબીના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ અમરસિંહને બાતમી મળતા સ્ટાફ સાથે રેડ કરી હતી. રેડ દરમિયાન બંધ મકાનમાં ચાલતો જુગારધામમાં જુગાર રમતા આરોપીઓમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસને ઘટના સ્થળે જોતા પ્લાસ્ટિકના અલગ…

BMW હિટ એન્ડ રન કેસના આરોપી વિસ્મય શાહ દારૂની મહેફિલ માણતા ઝડપાયો

ગાંધીનગર LCB એ અડાલજ વિસ્તારમાં આવેલા બાલાજી કુટિરમાં દારૂની મહેફિલ માણતા કુલ 6 લોકોની ધરપકડ કરી છે. અગાઉ ચર્ચીત BMW હિટ એન્ડ રન કેશનો આરોપી વિસ્મય શાહની પણ ધરપકડ કરવામાં આવી છે. વિષમય શાહ સહીત કુલ 6 લોકોની ગાંધીનગર LCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વિસ્મય શાહ અને તેની પત્ની પૂજા શાહ સહીત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.બિલ્ડરનો પુત્ર મંથન ગણાત્રા અને મહિલા તબીબ નીમા શાહની પણ ધરપકડ કરવામાં આવી છે. અગાઉ વિસ્મય શાહએ પોતાની પત્ની સાથે હનીમૂન માટે વિદેશ જવા હાઇકોર્ટમાં અરજી કરેલી હતી. પરંતુ હાઇકોર્ટ દ્વારા…

જૂનાગઢ: તાંત્રિકએ વિધિના બહાને 4 કરોડથી આધુની આચરી છેતરપિંડી

સોની વેપારી સાથે તાંત્રિકવિધિના બહાને 4 કરોડથી વધુ રકમ ખંખેરીયા જુનાગઢમાં સોની વેપારીએ ધંધાના 9 લાખ 50 હાજરની ઉઘરાણી કઢાવવા અંધશ્રધ્ધામાં ધકેલાતા રૂ.4 કરોડ ગુમાવ્યા. સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો. રૂ.4 કરોડની ઠગાઈ કરનાર ચીટર ટોળકી વિરુધ્ધ એસપી સમક્ષ ફરિયાદ કરવામા આવી હતી. જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા અને ઢાલ રોડપર અંબીકા જવેલર્સ નામની પેઢી ધરાવતા કિરીટ પ્રાણજીવન બારભાયા નામના સોની વેપારીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં રૂ.4 કરોડની ઠગાઈ કરનાર જાવીદ મીર્ઝા, ભોલા બાપુ, સલીમ ખાદીમ અને શાહીદબાપુ સહિતની ટોળકી દ્વારા છેતરપીંડી આચરી હોવાનું જણાવાયું છે.પોલીસએ પ્રાપ્ત કરેલ પ્રાથમિક…