NEWS INSIDE
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક વિદેશી નાગરિક સહિત રાજકોટની એક વ્યકિતની પ્રતિબંધીત એ કે 47 રાયતના પાર્ટસ બનાવી તેને ગેરકાયદે નિકાસ કરવાના મામલે ઘરપકડ કરી છે . જો કે મામલો વિદેશી નાગરિકનો હાવાને કારણે બુધવારે આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી લીધો હોવા છતાં દૂતાવાસને આ મામલે જાણકારી આપવાની હોવાને કારણે સમગ્ર મામલાની ગુપ્તતા રાખવામાં આવી રહી છે . અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જાણકારી મળી હતી કે મુળ થમનના વતની અને વિજ્ઞાને આધારે અમદાવાદમાં છેલ્લા ત્રણ મહિનાથી રહેલા એક વિદેશી નાગરિક દ્વારા ખાસ કરી રાજકોટ સહિત વિવિધ ફેકટરીમાં પ્રતિબંધી શયલના પાર્ટસ બનાવી રહ્યો છે આ તૈયાર થયેલા પાર્ટસ તે વિવિધ રસો યમન મોકલાવી રહ્યો છે . આ માહિતીને આધારે કાઈમ બ્રાન્ચના સર્વેલન્સમાં આવેલા આ નાગરિક ઉપર કાઈમ બ્રાન્ય તમામ સ્તરે નજર રાખી રહી હતી જો કે આ આશ્ચર્ય તે બાબતનું હતું કે યમનના નાગરિકની માગણીના આધારે એ કે 47 રાયફલના પાર્ટસ બનાવી આપનાર ફેકટરીને તે બાબતની જાણકારી ન્હોતી હૈ નમુના પ્રમાણે તે જે પાર્ટસનું ઇત્પાદન કરી આપે છે કે પાર્ટસ રાયફલના છે ગુજરાતની વિવિધ ફેકટરીમાં તૈયાર થયેલા પાર્ટસને વિવિધ માર્ગે ચમન મોકલી આપવામાં આવતા હતા કાઈમ બ્રાન્ચે પુરતા પુરાવા મળતા યમનના આ નાગરિકની અટકાયત કરી હતી જો કે પોલીસની સમસ્યા એવી હતી કે તેને સ્થાનિક ભાષા તો ઠીક પણ અંગ્રેજી ભાષા પણ આવડતી હોતી જેના કારણે પુછપરછમાં ઘણી સમસ્યા નડી હતી આમ છતાં આ ગંભીર બાબત હોવાને કારણે તેમને લાગેલા પુરાવાને આધારે યમના નાગરિક પાસે બુધવારના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો પણ વિદેશી નાગરિક હોવાનાને કારણે નિયમ પ્રમાણે મુસાવાસને આ મામલે જાણકારી આપી હોવાને કારણે દાઈમ બ્રાન્ચ દ્વારા આ ગુનાની ગુપ્તતા રાવામાં આવી હતી . કાઈમ બ્રાન્ચે યમનના નાગરિકની સાથે મુળ રાજકોટના એક વ્યકિતને પણ પકડી છે જો કે આ વ્યકિતની ગુનામાં કેટસી સામેલગીરી છે તે નક્કી થયું નથી
ભારતમાંથી યમનમાં ગેરકાયદેસર રીતે રાયફલના પાર્ટસ સપ્લાય કરવાના ષડયંત્રનો પર્દાફાસ કરી એક ચમન દેશના નાગરિકને પકડી પાડતી અમદાવાદ શહેર , ક્રાઈમ બ્રાન્ચ . અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ચૈતન્ય આર.મંડલીક સાહેબ નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિ તથા સલામતી સ્થપાય તે સારું ભાંગફોડીયા પ્રવ્રુત્તિ આચરનાર ઈસમો ઉપર ગુપ્ત રાહે વોચ રાખવા તેમજ આવી કોઈ ગેરકાયદેસર પ્રવ્રુત્તિ જણાઈ આવે તો આવી પ્રવ્રુત્તિ કરનાર ઈસમોને પકડી તેઓ વિરુધ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા અવાર નવાર સુચના તથા માર્ગદર્શન આપેલ . જે અનુસધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.બી.ટંડેલ તથા તેઓના સ્કોડના પો.સ.ઈ. શ્રી વાય.જી. ગુર્જર , પો.સ.ઈ. શ્રી પી.બી.ચૌધરી તથા પો.સ.ઈ. શ્રી એ.એચ.સલીયા , પો.સ.ઈ.શ્રી વી.આઈ.રાઠોડ નાઓ સ્ટાફના માણસો સાથે આ દિશામાં છેલ્લા ઘણા સમયથી પ્રયત્નશીલ હતાં . દરમ્યાન ગઈ તા .૦૯ / ૦૨ / ૨૦૨૨ ના રોજ પો.ઈન્સ . શ્રી સી.બી.ટંડેલ નાઓ ઉપરોક્ત સ્ટાફના અધિકારી તથા માણસો સાથે પેટ્રોલીંગમાં હતાં . દરમ્યાન પો.સ.ઈ. શ્રી પી.બી.ચૌધરી નાઓને તેઓના ખાનગી બાતમીદાથી એક બાતમી હકીકત મળેલ કે , “ ટોરેન્ટ પાવર સબ સ્ટેશનની નજીક આવેલ હોટલ સ્કાય ઇન ટુ ના રૂમ નં .૨૧૧ માં એક ચમન દેશનો વિદેશી નાગરીક રોકાયેલ છે અને તે ભારતમાં આવી ગેરકાયદેસર રીતે ઓટોમેટીક રાયફલના પાર્ટસ બનાવડાવી યમન દેશમાં સપ્લાય કરવાની પ્રવ્રુત્તિ કરી રહેલ છે . હાલમાં તેની પાસે રાયફલના પાર્ટસ છે . ” વિગેરે મતલબની બાતમી હકીકત આધારે પો.ઈન્સ , શ્રી સી.બી.ટંડેલનાઓએ સ્ટાફના અધિકારી / માણસો સાથે હોટલ “ સ્કાય ઇન ટુ “ ના રૂમ નં .૨૧૧ માં રેડ કરી એક યમન નાગરિક અબ્દુલઅજીજ સન / ઓ ચાહયા મોહંમદ અલઅઝઝાની , ઉ.વ . ૩૬ , રહે . રદા અલબૈધાહ યમન નાને પકડી પાડેલ . તેની પાસેથી ( ૧ ) રાયફલ બનાવવાનો ભાગ Gas Block , Front Sight , Short Barrel નંગ -૨ ( ૨ ) રાયફલમાં લગાવવામાં આવતા મીકેનીકલ પાર્ટ નંગ -૨ ( ૩ ) રાયફલ જીરોઈંગ કરવાનાં પાનાં નંગ -૨ ( ૪ ) રાયફલ બનાવવાના ભાગોનાં પ્લાસ્ટિકનાં સેમ્પલ ( ૫ ) REPUBLIC OF YEMEN ના પાસપોર્ટ -૨ ( ૬ ) ફોટા સાથેનું ફેમિલી કાર્ડ ( ૭ ) મોબાઈલ ફોન નંગ -૩ ( ૮ ) અલગ – અલગ કંપનીના કેટલોગ તથા અન્ય ડોકયુમેન્ટ ( ૯ ) રાયફલના જુદા – જુદા પાર્ટસનાં સેમ્પલોની ડીઝાઈન કરેલ કાગળો ( ૯ ) વીઝાને લગતાં તેમજ અન્ય જરુરી કાગળોની નકલો ( ૧૦ ) ડાઈવીંગ લાયસન્સ સાથે પકડી પાડી સદરી આરોપી વિરૂધ્ધ અત્રેના ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ – બી ગુ.ર.નં .૧૧૧૯૧૦૧૧૨૨૦૦૧૬ / ૨૦૨૨ ધી આર્મ્સ એકટ કલમ ૨૫ ( ૧ ) ( એ ) , ૨૫ ( ૧ – એ ) , ૨૫ ( ૧ – બી ) ( એફ ) તથા ફોરેનર્સ એકટની કલમ ૧૪ ( બી ) મુજબનો ગુનો દાખલ કરી સદરી આરોપીને નામદાર કોર્ટમાં રજુ કરી દિન -૭ ના પોલીસ રીમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરેલ . આરોપીની કબુલાત : પકડાયેલ આરોપી અબ્દુલઅજીજ સન / ઓ ચાહયા મોહમંદ અલઅઝઝાનીની ઝીણવટપુર્વક પુછપરછ કરતાં પોતાના દેશ યમનમાં હાલમાં આંતરીક સંઘર્ષોના કારણે અસ્થિરતાનું વાતાવરણ છે . જેના કારણે અલગ – અલગ સશસ્ત્ર ગ્રુપો જેમાં હાઉથી , અલ ઝનબ , અલકાયદા
વિગેરે એક્ટીવ હોય તેમજ પડોશમાં સોમાલીયા દેશ આવેલ હોય . જેથી હાલના સંજોગોમાં યમનમાં ગ્રહયુધ્ધ જેવી પરિસ્થિતિ નિર્માણ થયેલ છે . જેના કારણે હથિયારોની વ્યાપક માત્રામાં જરુરીયાત હોય , પોતાને યમનમાં મુનીર મોહમંદકાસીમ રહે.ધમર સીટી યમનનો મળેલ . તેણે અત્યાધુનિક હથિયારના પાર્ટ્સ લાવવા માટે જણાવેલ હતું . તે પેટે પોતાને ૧૦ % કમિશન આપવાની વાત કરેલ . તે યમનમાં છુટક મજુરી અને કેત ( qat yemen cultural drug ) નામના પ્લાન્ટની ખેતી કરી ગુજરાન ચલાવે છે . પોતાના પિતાને હાર્ટની બિમારી હોય અગાઉ સને ૨૦૧૮ માં મુંબઇ wockhardt hospital માં તેમને સ્ટેન્ટ મુકાવેલ હોય . દર વર્ષે મેડીકલ ચેક અપ માટે મુંબઇ આવવાનું રહેતુ હોય , તે પોતાના પિતાજી સારવારના બહાને તેમના મેડીકલ ચેક માટે મેડીકલ વિઝા મેળવી પોતાના પિતાજી સાથે તા .૧૬ / ૧૧ / ૨૦૨૧ ના રોજ યમન થી કૈરો , કૈરોથી શારજહા , શારજહા થી મુંબઇ તા .૧૭ / ૧૧ / ૨૦૨૧ ના રોજ આવેલો . ન્યુ મુંબઇ સીબીડી વિસ્તારમાં આવેલ એક હોટલમાં ૨૮ દીવસ રોકાયેલ , આ દરમ્યાન તા .૧૯ કે ૨૦ મી નવેમ્બર ના રોજ મુંબઇ એપોલો હોસ્પીટલમાં wockhardt hospital માં પોતાના પિતાજીનું ચેકઅપ કરાવી તેઓને તા .૧૧ / ૧૨૨૦૨૧ ના પરત યમન મોકલી દીધેલ . ત્યારબાદ તેણે મુનીર મોહમંદકાસીમના જણાવ્યા મુજબ અત્યાધુનિક હથિયાર રાયફલના પાર્ટસ બનાવડાવવા પ્રયત્નો હાથ ધરેલ , મુંબઈથી અમદાવાદ ખાતે આવી મુનીરે તેને આપેલ રાયફલના પાર્ટસના મેઝરમેન્ટ સાથેના કોમ્યુટરાઇઝડ ગ્રાફીકસના ફોટા આધારે આ ગ્રાફીકસમાં જણાવેલ ડીઝાઇન બાબતે ઓનલાઇન સર્ચ કરી અમદાવાદ શહેરના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં જઈ તપાસ કરી ઓઢવ જી.આઈ. ડી.સી. ખાતે “ ડી.કે.એન્જીનીયરીંગ ” કંપનીમાં જઈ તેણે સેલ્સમેન તરીકેની પોતાની ઓળખાણ આપેલ . તે જુદી – જુદી મશીનરીના સ્પેર પાર્ટ્સ બનાવતો હોવાનું જણાવી ઓળખાણ આપેલ . સૌ પ્રથમ રાયફલના પાર્ટસની જુદી – જુદી કુલ -૪ ડાઈ બનાવડાવેલ . જે ડાઈ આધારે તેણે કઠવાડા જી. આઇ.ડી.સી.માં આવેલ MARUTI INV STEEL CAST તથા Kalpesh Alloys કંપનીઓમાં રાયફલ બનાવવાના પાર્ટસનો ઓર્ડર આપેલ હોવાનું , આ તમામ પાર્ટ્સ તે યમન ખાતે મુનીર મોહમંદકાસીમ રહે.ધમર સીટી યમન નાને કાર્ગો મારફતે સપ્લાય કરનાર હોવાની કબુલાત કરેલ . આ કબુલાત આધારે ઉપરોક્તઓઢવ જી .આઈ.ડી.સી. ખાતે ડી.કે.એન્જીનીયરીંગ ” કંપનીમાં તેમજ કઠવાડા જી.આઇ.ડી.સી. માં આવેલ MARUTI INV STEEL CAST તથા Kalpesh Alloys કંપનીઓમાં સર્ચ કરી રાયફલના નીચે મુજબના પાર્ટસ રિકવર કરવામાં આવેલ છે . ( ૧ ) રાયફલના પાર્ટસ બનાવવાની ડાઈ નંગ- ૪ કિ.રુ .૧,૦૦,૦૦૦ / A ( ૨ ) Gas Block Front Sight Short Barrel Assembly ના મેટલ પાર્ટ નંગ -૧૮ ( ૩ ) Gas Block Front Sight Short Barrel Assembly ના પાર્ટસ બનાવવાના વેક્સ મોલ્ડ નંગ -૩૦ ( ૪ ) Front Side Barrel Assembly ના પાર્ટસ બનાવવાના વેક્સ મોલ્ડ નંગ -૫૦ ( ૫ ) રાયફલમાં લગાવવામાં આવતા મીકેનીકલ પાર્ટસ બનાવવાના વેક્સ મોલ્ડ નંગ -૪૮ ( ૬ ) Front Side Gas Block પાર્ટસ બનાવવાના વેક્સ મોલ્ડ નંગ – પ ( ૭ ) રાયફલના જુદા – જુદા પાર્ટસનાં સેમ્પલોની ડીઝાઈન કરેલ કાગળો મળી કુલ રૂપિયા ૧,૦૪,૨૨૫ / – ની મત્તાનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપી સાથે આ ગુનામાં અન્ય ઈસમોની સંડોવણી છે કે કેમ ? તેમજ તેની સાથે આ ગુનો કરવામાં કોઈ સ્થાનિક ઈસમોની સંડોવણી છે કે કેમ ? આ આરોપી છેલ્લા અઢી માસથી ભારતમાં આવેલ છે . આ દરમ્યાન તે કોને – કોને મળેલ છે . તેણે રાયફલના પાર્ટસ બનાવડાવી યમન ખાતે સપ્લાય કરેલ છે કે કેમ ? આ આરોપી અગાઉ આવા પ્રકારના અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલ છે કે કેમ ? તે બાબતે સદરીની સઘન પુછપરછ તપાસ ચાલુ છે .