News Inside
- ગુજરાત CMની રેમડેસિવિર ઇન્જેક્શનને લઇ અપીલ
- કોરોના સંક્રમિત દરેક દર્દી માટે જરૂરી નથી : CM
રેમડેસિવિર ઇન્જેક્શનને લઇ CM રૂપાણીએ અપીલ કરી છે કે, રેમડેસિવિરના ઉપયોગ અંગે સાચી સમજણ કેળવીએ. સરકારે રેમડેસિવિરને પ્રાયોગિક દવાઓની શ્રેણીમાં મુકી છે. રેમડેસિવિરના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે પણ આ દવા કોવિડના દરેક દર્દીઓ માટે જરૂરી નથી.
ગૃહમંત્રી અમિત શાહે પણ કરી અપીલ
રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેકશનની અછત છે તેવામાં ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં સૂચક નિવેદન કર્યુ છે કે..,હું અપીલ કરવા માંગીશ કે રેમડેસિવિર ત્યારે જ પ્રિસ્ક્રાઇબ કરે જ્યારે જરૂર હોય. એઇમ્સ તરફથી એક ગાઇડ લાઇન ઇશ્યું કરવામાં આવી છે. વધારે પડતો ઓક્સિજન કે રેમડેસિવિરનો ડોઝ દર્દી માટે તકલીફ પણ ઉભો કરતો હોય છે. ગુજરાત સરકારે એક કમિટી બનાવીને ગાઇડ લાઇન બનાવવાનો નિર્ણય લીધો છે.