News Inside
- જમાલપુર ચાર રસ્તા નજીક પેટ્રોલપંપ પર બ્લાસ્ટ
- પેટ્રોલ પંપમાં અચાનક ધડાકાભેર આગ લાગી
- આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ
અમદાવાદના સૌથી ભીડભાળ વાળી જગ્યા જમાલપૂર ચાર રસ્તા નજીક આવેલા પેટ્રોલ પંપ પર બ્લાસ્ટ થયો હતો. જે બાદ પેટ્રોલ પંપ પર લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. પેટ્રોલ પંપમાં અચાનક ધડાકાભેર આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફેલાયો છે. ફાયર વિભાગની ટીમોએ આગ કાબૂ લેવા જહેમત હાથધરી છે.
પેટ્રોલ પંપ પર ઘડકો કઈ રીતે થયો તેનું કોઈ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી પણ હાલની સ્થિતિએ આખોય પેટ્રોલપંપ આગમાં ઝૂલસી ગયો છે. જમાલપૂર ચાર રસ્તા નજીક આવેલા પેટ્રોલ થયેલા આ ધડાકાને કારણે આસપાસના રાહદારીઓ અને દુકાનદારો ડરી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા.
અમદાવાદ : જમાલપુર ચાર રસ્તા પાસે પેટ્રોલ પંપ માં લાગી ભીષણ આગ
આગ લાગ્યા બાદ જોરદાર ધડાકો થયો
ધડાકા નો આવાજ એક કિમી સુધી સંભળાયો
ફાયબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પોહચી pic.twitter.com/0sszQAMGCD— NEWS INSIDE (@NEWSINSIDEMEDIA) February 15, 2022
તાત્કાલિકના ધોરણે ફાયર વિભાગને કોલ જોડવામાં આવતા ગણતરીની મિનિટોમાં જ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી પેટ્રોલ પંપની બહાર ગાડી ગોઠવી પાણીનો મારો ચલાવ્યો હતો. તો પોલીસને પણ જાણ થતાં બનવા સ્થળેથી લોકોના ટોળાઓને દૂર ખસેડવાની તજવીજ હાથ ધરી છે.હાલ સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી.