ગુજરાતની સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા આશરે 3.78 કરોડની આવક
News Inside
અમદાવાદ : વર્ષ 2020 અને વર્ષ 2021 એટલે કે દેશમાં કોરોનાનો કપરો સમય. જે સમયે દેશ ભરમાં વ્યપાર અને રોજગાર મૃતપાય અવસ્થામાં હતા. આ વર્ષ દરમિયાન દેશમાં બેરોજગારીનો દર પણ વધ્યો. પરંતુ ગુજરાતની સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા આશરે 3.78 કરોડની માતબર આવક કરવામા આવી. સાથે સાથે નવા કેદીઓ અને નવા વ્યવસાયોની શરૂઆત કરવામાં આવી.
જેલના વિભાગ આવકની રકમ
- વણાંટ વિભાગ 1.89 કરોડ
- સુથારી વિભાગ 44.10 લાખ
- બેકરી વિભાગ 52.62 લાખ
- ભજીયા વિભાગ 26.58 લાખ
- દરજી વિભાગ 47.84 લાખ
- બાઈન્ડીંગ વિભાગ 15.07 લાખ
- ધોબી વિભાગ 2.62 લાખ
આ આવકના આંકડા છે જે અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા ઉભી કરવામાં આવી છે. કોરોના સમય દરમ્યાન સરકાર હંમેશા લોકોને આત્મનિર્ભર રહેવા માટે સલાહ આપતી હતી.પરંતુ જેલની દિવાલોમાં કેદ રહેલા કેદીઓ દ્વારા આત્મનિર્ભરતાનો પાઠ દેશના વેપારીઓને બતાવ્યો છે. જ્યાં નવા સ્થપાયેલા ઉધ્યોગો પણ બંધ થવાને આરે હતા ત્યાં કેદીઓ દ્વારા નવા 3 ઉદ્યોગો શરુ કરવામાં આવ્યા અને ધીમે ધીમે આત્મનિર્ભર કેદીઓની સંખ્યા પણ વધવા લાગી.
કોરોનાના કપરા સમય દરમિયાન સમગ્ર દેશમાં વ્યાપાર ધંધા પર માઠી અસર પહોચી. મોટા ભાગના વ્યવસાયો બંધ હાલતમાં જોવા મળ્યા જેના કારણે દેશના જી઼ડીપી પણ તળીયે પહોંચી ગયો. પરંતુ આવા સમયમાં પણ ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ આત્મનિર્ભર બન્યા અને એક વર્ષમા 3.78 કરોડની આવક ઉભી કરી.
સાબરમતી સેન્ટ્રલ જેલ કે જ્યાં 250 કેદીઓ સાથે ઉદ્યોગ વિભાગની શરૂઆત કરવામાં આવી હતી. જે હવે 550 કેદીઓ ને રોજી આપતો થયો છે.એટલે કે જેલમાં રહેતા 550 કેદીઓ આત્મનિર્ભર બન્યા છે. અને તેઓ પરિવાર દ્વારા મોકલાતી રકમ પર નહી પરંતુ પોતાની મહેનત થી પોતાની આવક ઉભી કરતા થયા છે. તો બીજી તરફ જેલ સત્તાધિશો ધ્વારા પણ નવા નવા વિકલ્પો શોધી જેલના કેદીઓને રોજગારી મળે તે માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી આરોપીઓ સજા કાપ્યા બાદ સમાજ વચ્ચે સ્વમાન ભેર જીવી શકે.