News Inside
ભાજપ અને કોંગ્રેસના દ્વિપક્ષીય રાજકારણની સાક્ષી બનેલી આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું સ્થાન બનાવવા માંગે છે. પાર્ટી આ માટે સખત મહેનત કરી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં પણ સીએમ અરવિંદ કેજરીવાલે સુરતમાં રોડ શો કર્યો હતો.
આજ રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.નવરંગપુરામાં પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. કેજરીવાલની સાથે ગોપાલ ઇટાલિયા તેમજ ઈશુદાન ગઢવી પણ કાર્યાલય પર હાજર હતા. અરવિંદ કેજરીવાલે ઈશુદાનને ખેસ પહેરાવી આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો હતો.
અમદાવાદના આપ ના પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપ પાર્ટીના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવનું ખિસ્સુ કપાયું હતું. આ વાત પ્રજામાં ફેલાતા લોકોએ પોતાની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો આપ પાર્ટીના નેતા જ પોતાનું ખિસ્સું સાંભળી ન શકતા હોય તો પ્રજાનું શું થશે ???
આપના કાર્યાલયના ઉદઘાટનમાં કાર્યકાઓ દ્વારા અંધાધૂંધી ફેલાવવામાં આવી હતી. કેજરીવાલના સિક્યુરિટી અને આગેવાનો વચ્ચે પણ ઘર્ષણનો માહોલ જોવા મળ્યો હતો.
ના માસ્ક ના સોશિયલ ડિસ્ટન્સ

aap gujarat news inside
આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે છે જેમાં અનેક લોકો આજે આપમાં જોડાવામાં છે. એરપોર્ટથી અરવિંદ કેજરીવાલ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. સર્કિટ હાઉસ અનેક કાર્યકર્તાઓ કેજરીવાલના સ્વાગત માટે આવ્યા હતા. કેજરીવાલ આવતા જ અનેક કાર્યકરો સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. સ્વાગત કરવા જતાં કાર્યકરો કોરોના અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા હતા. કાર્યકરોએ ઉત્સાહમાં કેજરીવાલનું સ્વાગત કર્યું પરંતુ મોટી સંખ્યામાં ટોળાના સ્વરૂપે પણ ભેગા થયા હતા જે હાલની પરિસ્થિતિમાં હિતાવહ નથી. સ્વાગત બાદ સર્કિટ હાઉસમાં કાર્યકરોએ સાથે મળીને ફોટો શેસન પણ કરાવ્યું હતું, પરંતુ તેમાં પણ તમામ લોકો નિયમો નેવે મૂકીને ફોટા પડાવતા નજરે પડ્યા હતા. તમામ લોકો એકબીજાથી અંતર જાળવ્યા વિના જ ફોટા પડાવી રહ્યા હતા.