News Inside/ Bureau: 2nd October 2021
વસ્ત્રાલમાં લેન્ડ ગ્રેબિંગના કેસમાં સરકારી અધિકારીઓ દ્વારા ખ્યાતનામ બિલ્ડર પાસેથી 50 લાખ રૂપિયા ની લાંચ લઈને ખોટા દસ્તાવેજ બનાવવામાં સાથ આપી 250 કરોડની જમીન પચાવી પાડવાના કૌભાંડનો મુદ્દો લોકમુખે ચર્ચા નો વિષય બન્યો છે.
વસ્ત્રાલ નજીક 250 કરોડથી વધુ કિંમત ની જમીન પચાવી પાડવાનો કેસ કે જેમાં ખોટા મરણ સર્ટિફિકેટ અને બનાવટી દસ્તાવેજ બનાવી ને ખૂબ મોટું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે તેમાં નવા ખુલાસા બહાર આવી રહ્યા છે. 4 અધિકારીઓ પણ આ કેસ માં શામેલ છે તેવા વસ્ત્રાલ ચાવડી ના સર્કલ ઓફિસર કે.ડી.પરમાર, વટવા ના મામલતદાર ડી.પી.પટેલીયા, પ્રાંત અધિકારી અનસુયાબેન ઝા અને દસક્રોઈ ના ડેપ્યુટી મામલતદાર ગોવિંદ રબારી પર ખેડૂત દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને તેમના દ્વારા 50 લાખ જેવી માતબર રકમની લાંચ લઈ દસ્તાવેજોમાં કૌભાંડ કરવાનો આરોપ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.
આ કેસમાં સરકારી કર્મચારીઓ પર સીધો જ આક્ષેપ કરવામાં આવ્યો છે અને જેની ફરિયાદ ખેડૂત દ્વારા રેવન્યુ કાઉન્સિલ વિભાગ ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. આ કેસમાં મોટા માથાં સંકળાયેલા છે તેવું જાણવા મળતા કલેકટર અને બીજા સત્તાધીશો દ્વારા FIR નો ઓર્ડર આપ્યા છતાં કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
હવે જોવું રહ્યું કે આ સરકારી બાબુઓ કે જેમણે લાખ્ખો રૂપિયા ખાધા છે તેમના પર સરકાર શું એક્શન લે છે અને ખેડૂતને ન્યાય મળે છે કે કેમ!