દિલ્હી હાઇકોર્ટની સ્પષ્ટ વાત: પ્રાઈવસી જોખમાતી હોય તો WHATSAPP ડિલીટ કરી નાખો

વ્હોટ્સએપ દ્વારા લગાવવામાં આવેલી નવી પ્રાઇવસી પોલિસી વિશે સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. અરજી કરનાર દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આ પોલિસી વિશે સરકારે પગલાં લેવાં જોઈએ. આ પોલિસીથી પ્રાઈવસીનું ઉલ્લંઘન થાય છે. જોકે દિલ્હી કોર્ટે આ મામલે કોઈ નોટિસ જાહેર કરી નથી અને કહ્યું છે કે આ વિશે વિસ્તૃત સુનાવણીની જરૂર છે. હવે આ કેસ વિશે 25 જાન્યુઆરીએ વધુ સુનાવણી કરવામાં આવશે. અરજી કરનાર દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વિશે કડક પગલાં લેવાં જોઈએ, આ પોલિસી દ્વારા લોકોની પ્રાઈવસીનું ઉલ્લંઘન થાય છે. વ્હોટ્સએપ જેવી…

ગાંધી યુથ કલબ દ્વારા ભુલકાઓના હસ્તે પુસ્તકાલયનું લોકાર્પણ

સત્યાર્થી ફાઉન્ડેશન સંચાલિત ગાંધી યુથ ક્લબ પ્રેરિત ‘ધર્મ-શાંતિ જ્ઞાન પરબ’ સાર્વજનિક પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું. તારીખ 17 જાન્યુઆરીના રવિવારના રોજ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના કેવડિયા ગામ ખાતે પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં બાળકો મોબાઈલ અને ઈન્ટરનેટના જમાનામાં પુસ્તકોને ભૂલી રહ્યા છે. સોસીયલ મીડિયામાં કયો ફોટો અને વિડિઓ વાઇરલ થઇ રહ્યો છે. તેની ખબર હોય છે. મોબાઈલ અને કમ્પ્યુટરમાં આવતી ગેમના નામ પૂછવામાં આવે ત્યારે ગેમ્સના નામનું લિસ્ટ સાંભળવામાં આવે પરંતુ જો પુસ્તકના 5 નામ પૂછવામાં આવે તો બાળક મૂંઝવણમાં મુકાઈ જતું હોય છે. બાળકોને પુસ્તક સાથે મિત્રતા કરાવવા…