PAAS ના કન્વિનર અલ્પેશ કથીરિયા ટિમ સહીત બેઠા ધરણા પર

#SURAT સાપુતારા ખાતે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ તથા હાલ સિવિલ હોસ્પિટલ સારવાર લાઇ રહેલ વિદ્યાર્થી ઓ તેમજ તેમના પરિવાર ની અલ્પેશ કથીરિયા ધાર્મિક માલવીયા અને પાસ ટીમ દ્વારા મુલાકાત લેવા માં આવી. અલ્પેશ કથીરિયા ના જન્મદિન નિમિતે તેમને ફ્રુટ આપી તેમની ખબર પૂછી અને સમગ્ર ઘટના મામલે વાલીઓ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે 14 જેટલા બાળકો મૃત્યુ પામ્યા અને હજુ 15 બાળકો હાલ સારવાર લઈ રહ્યા છે ત્યારે હજુ સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવી નથી અને એક બાળકી સીરીયસ હોય તેથી તેને સારવાર માટે સુરતના નાનપુરા ખાતે ખાનગી…

Secret સાન્તા

#Ahmedabad@by Satyam Secret સાન્તા ક્રિસમસ આવતા સૌથી પહેલા સાન્તા ક્લોઝ યાદ આવી જાય છે. ક્રિસમસ દરમિયાન તમે વિશ્વના કોઈપણ ખૂણામાં જાઓ ત્યાં દરેક જગ્યાએ સાન્તા ક્લોઝ સફેદ દાઢી, લાલ કોટ, લાલ ટ્રાઉઝરમાં એક સરખા દેખાતા હોય છે. સાન્તા ક્લોઝ બાળકોને ઉપહાર અને ખુશિયો વહેંચતા હોય છે અને બાળકોના ખુબજ લોકપ્રિય છે. એવાજ સાન્તા ક્લોઝની વેશભૂષા અમદાબાદના એલિસબ્રિજ ઉપર વેચાતી જોવા મળે છે, વેચનારા ગુજરાતના અલગ અલગ ગામડેથી પૈસા કમાવા આવેલા, છેલ્લા એક અઠવાડિયાથી પોતાનું પરિવાર સહિત બ્રિજના રહેવાસી બની ગયા છે. આ અંગે એક પરિવાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું…

જૂનાગઢ: તાંત્રિકએ વિધિના બહાને 4 કરોડથી આધુની આચરી છેતરપિંડી

સોની વેપારી સાથે તાંત્રિકવિધિના બહાને 4 કરોડથી વધુ રકમ ખંખેરીયા જુનાગઢમાં સોની વેપારીએ ધંધાના 9 લાખ 50 હાજરની ઉઘરાણી કઢાવવા અંધશ્રધ્ધામાં ધકેલાતા રૂ.4 કરોડ ગુમાવ્યા. સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો. રૂ.4 કરોડની ઠગાઈ કરનાર ચીટર ટોળકી વિરુધ્ધ એસપી સમક્ષ ફરિયાદ કરવામા આવી હતી. જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા અને ઢાલ રોડપર અંબીકા જવેલર્સ નામની પેઢી ધરાવતા કિરીટ પ્રાણજીવન બારભાયા નામના સોની વેપારીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં રૂ.4 કરોડની ઠગાઈ કરનાર જાવીદ મીર્ઝા, ભોલા બાપુ, સલીમ ખાદીમ અને શાહીદબાપુ સહિતની ટોળકી દ્વારા છેતરપીંડી આચરી હોવાનું જણાવાયું છે.પોલીસએ પ્રાપ્ત કરેલ પ્રાથમિક…

ભારત દેશની સૌથી ફાસ્ટ ટ્રેન, 1 કલાકમાં કાપશે 180 km, PM મોદી 29 ડિસેમ્બરે લીલી ઝંડી બતાવશે

ભારત દેશની પ્રથમ એન્જિન વગરની ‘ટ્રેન 18’ને PM નરેન્દ્ર મોદી 29 ડિસેમ્બરે લીલી ઝંડી બતાવશે. ફાસ્ટેસ્ટ ટ્રેન દિલ્હીથી વારાસણી વચ્ચે ચલાવવામાં આવશે. આ સાથે જ આ ટ્રેનને શતાબ્દી ટ્રેનની જગ્યાએ ચલાવવામાં આવશે. ICF ચેન્નાઇ દ્વારા 100 કરોડના ખર્ચે બનેલી ‘ટ્રેન 18’ દેશની સૌથી ફાસ્ટ દોડનારી ટ્રેન છે. હાલમાં જ દિલ્હી રાજધાની રૂટ પર ટ્રાયલ દરમિયાન આ ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવામાં સફળ રહી હતી. સંભવીત યોજના અંતર્ગત ટ્રેન દિલ્હીથી સવારે 6 વાગે ઉપડશે અને બપોરે 2 કલાકે વારાસણી પહોંચશે. જ્યારે બપોરે 2.30 કલાકે વારાસણીથી નીકળશે અને 10.30 કલાકે…

આમિર ખાનની ‘TOH’ કરતા પણ ખરાબ હાલ ‘ઝીરો’ના, 4 દિવસમાં માત્ર આટલી કમાણી કરી

આનંદ એલ. રાયની ‘ઝીરો’ ફિલ્મને ક્રિટિક્સના મિક્સ રિએક્શન મળ્યા છે, જોકે શાહરૂખની ફિલ્મો પાસેથી જે પ્રકારની આશા હોય છે, ‘ઝીરો’ તેના પર ખરી નથી ઉતરી શકી.ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો શુક્રવારે રીલિઝ થયેલી ‘ઝીરો’એ પહેલા દિવસે ઠીક-ઠીક કમાણી કરી હતી. પરંતુ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ‘ઝીરો’ કુલ 4380 સ્ક્રીન્સ પર રીલિઝ થઈ હતી. શુક્રવારે ફિલ્મે કુલ 20.14 કરોડ અને શનિવારે 18.22 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. અનુમાન લગાવવામાં આવ્યું હતુ કે, વીકેન્ડમાં ફિલ્મનુ કલેક્શન વધી શકે તેમ છે, પરંતુ એવુ ન થયુ.મળતી માહિતી અનુસાર, રવિવારે પણ ‘ઝીરો’નો બિઝનેસ ઠંડો…

‘પાઈરેટ્સ ઓફ ધ કેરેબિયન’માં હવે જેક સ્પેરો જોવા નહીં મળે, જાણો કારણ

‘પાઈરેટ્સ ઓફ ધ કેરેબિયન’ ફ્રેન્ચાઈઝીમાંથી કેપ્ટન સ્પેરોનો મુખ્ય રોલ પ્લે કરનાર જોની ડેપને કાઢી મુકવામાં આવ્યો છે. આ સમાચારની પુષ્ટિ ડિઝની ફિલ્મ પ્રોડક્શનના પ્રમુખ સીન બેલીએ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર, પોલ વરનિક અને હેટ રીસે ‘પાઈરેટ્સ ઓફ ધ કેરેબિય’ રીબૂટની સ્ટોરી લખી છે અને ફિલ્મના મેકર્સ તેમાં એક નવી ઉર્જા અને ઉત્સાહ લાવવા માંગતા હતા. ડેપને બહાર કરવા અંગેના સમાચાર સ્ક્રિપ્ટ રાઈટર સ્ટુઅર્ટ બિટીએ ઓક્ટોબરમાં આપ્યા હતા.જણાવી દઈએ કે, જોની ડેપ ‘પાઈરેટ્સ ઓફ ધ કેરેબિયન’ સાથે છેલ્લાં 14 વર્ષોથી સંકળાયેલો હતો. તે આ સીરિઝની તમામ પાંચ ફિલ્મોમાં જેક…

12 સાયન્સની 15થી 25 ફેબ્રુઆરી સુધી પ્રાયોગિક પરીક્ષા લેવાનો નિર્ણય

અમદાવાદ બોર્ડ દ્વારા સોમવારે 12 સાયન્સની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર પ્રાયોગિક પરીક્ષા ફેબ્રુઆરી માસમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાની જાહેરાત કરી હતી.12 સાયન્સ બોર્ડના સાયન્સની પ્રાયોગિક પરીક્ષા ૧૫ મર્યક્રમ પ્રમાણે હવે ધો. ૧૨ સાયન્સની પરીક્ષા 15 થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન પ્રાયોગિક પરીક્ષાઓ યોજવાનો નિર્ણય લેવાયો છે. ધોરણ ૧૨ ની પરીક્ષા એપ્રિલ માસમાં લેવાની જાહેરાત કરાઈ હતી.જો કે એ વખત અન્ય પરિક્સાઓ આવતી હોવાના કારણે આ પરીક્ષા વહેલી લેવાનું નક્કી કરવામાં આવ્યું.આમ બોર્ડની પરીક્ષા પહેલાજ બોર્ડ દ્વારા પ્રાયોગિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વાર બોર્ડ દ્વારા પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવવાનું…

વાસણા બંગલામાં બર્થ-ડે પાર્ટીમાં 11 નબીરા દારૂની મહેફિલ માણતા ઝડપાયા

મહેફિલમાં ત્રણ નબીરા 17 વર્ષના એટલે કે માઈનોર હોવાથી નામ જાહેર કરાયાં નથી. ૩૧ ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે શહેર પોલીસે લોકડાઉન એટલે કે કડક નાકાબંધી કરી સઘન વાહનચેકિંગ શરૂ કર્યું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં એડિશનલ પોલીસ કમિશનર અશોક યાદવ અને પશ્ચિમ વિસ્તારમાં ઈન્ચાર્જ જેસીપી જે.આર. મોથલિયાએ ટીમોને એન્ટ્રી પોઈન્ટ ઉપર કાર્યરત કરી સઘન વાહનચેકિંગ કરાવ્યું હતું. શહેર પોલીસે ૨૪ કલાકમાં ૪૮ કેસ કરી ૪૬ વ્યક્તિને પકડી પાડી છે.વાસણા પોલીસે પાંચ તરૂણીઓને જવા દીધી હતી. બર્થ-ડે પાર્ટીમાં ૧૭-૧૮ વર્ષની પાંચ તરૂણી, યુવતીઓ હતી. પણ, પાંચમાંથી એકપણે નશો કરેલો ન…

PUBGએ 30,000 ખાતાઓ પર પ્રતિબંધ મૂક્યો

આ PUBG પ્લેયર્સે secondary મોનિટર અથવા એપ્લિકેશન પર બધી પ્લેયર સ્થિતિને જોવા માટે રડાર હેકિંગ તકનીકનો ઉપયોગ કર્યો હતો.PUBG કોર્પે તાજેતરમાં PUBG મોબાઇલ વપરાશકર્તાઓ માટે નવું Vikendi snow map બહાર પાડ્યું છે. નવીનતમ અપડેટ શંકાસ્પદ એકાઉન્ટ્સની જાણ કરવા કેટલાક સખત નિયમો તેમજ સુરક્ષા સુવિધા પણ લાવે છે. અપડેટ 30,000 થી વધુ કપટપૂર્ણ એકાઉન્ટ એકાઉન્ટ્સ પર પબ્લિક કોર્પના મોટા પાયે ક્રેકડાઉનને અનુસરે છે.PUBG કોર્પની નવી સુરક્ષા સુવિધાઓ અને બેટલ એલ્ગોરિધમ્સે કંપનીને રમતો અને સ્પર્ધા જીતવા માટે રડાર હેકિંગ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને એકાઉન્ટ્સને શોધવા અને પ્રતિબંધિત કરવામાં સહાય કરી છે.રડાર હેકિંગ…

મોલ-મલ્ટિપ્લેક્સને મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ફી લેવાનો અધિકાર નથી: સરકાર

સરકાર અને AMCએ સોગંદનામામાં કરી સ્પષ્ટતા, મોલ-મલ્ટિપ્લેક્સે વિઝિટર્સ માટે 20 ટકા પાર્કિંગ રાખવું ફરજિયાત છે મોલ-મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગના વિવાદને લઇને થયેલી અપીલમાં રાજ્ય સરકાર અને AMC દ્વારા હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું કરીને એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે,‘પ્રસ્તુત કેસમાં જે મોલનું બાંધકામ છે તે ‘મર્કેન્ટાઇલ’ની વ્યાખ્યામાં હોઇ તેમણે કમર્શિયલ પાર્કિંગ પૈકી 20% પાર્કિંગ વિઝિટર્સ માટે અલગથી રાખવું જ પડે. એટલું જ નહીં કોઇ પણ કાયદા કે એની જોગવાઇઓ અરજદારો(મોલ-મલ્ટિપ્લેક્સના સંચાલકો)ને મુલાકાતીઓ જોડેથી પાર્કિંગ ચાર્જ વસૂલવાની સત્તા આપતું નથી.’ હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે આ કેસની વધુ સુનાવણી નવમી જાન્યુઆરીના રોજ મુકરર કરી છે.રાજ્ય…