રાજ્યના DGP આશિષ ભાટિયા દ્વારા નાર્કોટીક્સની મેગા ડ્રાઈવ યોજવામાં આવી

news inside

નાર્કોટીક્સની બદી રોકવા સમગ્ર રાજ્યમાં પોલીસની મેગા ડ્રાઈવ, 79 આરોપીઓની ધરપકડ કરવામાં આવી

Nidhi Dave, Journalist

ગુજરાત : રાજ્યના DGP આશિષ ભાટિયા દ્વારા ખાસ યોજના બનાવીને એક મહિનાની નાર્કોટિક્સ ડ્રાઈવ યોજવા આવી હતી. રાજ્યની તમામ પોલીસને નાર્કોટિક્સના આરોપીઓને પકડી પાડવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. સામાન્ય રીતે રાજ્યમાં યુવાનોમાં નશીલા પદાર્થનું વેસન કરવાનો ક્રેઝ વધુ જોવા મળતો હોય છે. યુવાનો નશીલા પદાર્થો દૂર રહે અને રાજ્યમાં ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોને નાબૂદ કરવા સમગ્ર રાજ્યં તમામ પોલીસ દ્વારા એક મહિનાની ડ્રાઈવ યોજવામાં આવી હતી. ડ્રગ્સ,ગાંજો,અફીણ, ચરસ, હેરોઇન, મેફેડ્રોન, જેવા માદક પદાર્થોના વેચાણ કે તેના ઉપયોગ અને હેરાફેરીને રોકવા માટે DGP દ્વારા કડક કાર્યવાહીના આદેશો કરવામાં આવ્યા હતા.

આ એક મહિનાની ડ્રાઈવ 5 સપ્ટેમ્બર થી 4 ઓક્ટોમ્બર દરમ્યાન યોજવામાં આવી હતી. નાર્કોટિક્સની ખાસ ડ્રાઈવ દરમ્યાન સમગ્ર રાજ્યમાં નશીલા પદાર્થોનું વેચાણ, ઉત્પાદન અને હેરાફેરી સહીત ગેરકાયદેસરની પ્રવુતિ કરતા કુલ 79 આરોપીઓની ધરપકડ કરેલ છે. તેમજ કુલ 72 જેટલા NDPS એટલે કે, નાર્કોટીક્સનાં ગુન્હાનો નોંધાયેલ છે. તમામ આરોપી પાસેથી કુલ 4 કરોડ 39 લાખનો મુદ્દામાલ ભાગ રૂપે નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવેલ છે.

રાજ્યના પોલીસ વડા દ્વારા નશીલા પદાર્થો સામેની ઝુંબીશ સતત ચાલુ રહીને આ પ્રકારના રાયમાં નશીલા માદક પદાર્થો,કેફી ઔશધિઓ અને મન: પ્રભાવી દ્રવ્યોની ગેરકાયદેસર પવૃત્તિ સંપૂર્ણપણે નષ્ટ કરી નાબૂદ કરવા રાજ્યની પોલીસન સૂચના આપવામાં આવેલ છે

Related posts

Leave a Comment