મેડીકેલના 1200 વિદ્યાર્થીઓને રૂ. 3.96 કરોડ સ્ટાઇપેન્ડ નથી આપ્યું : મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી

જર્નાલિસ્ટ બંસરી ભાવસાર, અમદાવાદ.

ગુજરાત હાઈકોર્ટે મેડિકલ સ્ટુડન્ટસને કોરોના ડ્યુટીમાં ફરજ બજાવવા માટે આદેશ કર્યા હતા.વધતા જતા કોરોના ના કેશ સામે ડોક્ટરની ઉણપ સર્જાઈ હતી.ત્યારે સ્ટાઇપેન્ડ આપવા માટે પણ સરકારે જણાવ્યું હતું. NHL અને AMCMET સહિતની રાજ્યની મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓને કોરોનાની ડ્યુટી સોપવામાં આવી છે. આ AMCMET અને NHLના 1200 જેટલા વિદ્યાર્થીઓને 500 રૂપિયા લેખે બે મહિનાથી 3.96 કરોડની રકમનું સ્ટાઇપેન્ડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચૂકવવામાં આવ્યું નથી. આ સ્ટાઇપેન્ડની રકમ ચૂકવવા માટે ગુજરાત મેડિકલ વિદ્યાર્થ એસોસિએશનએ માંગણી કરી છે.ગુજરાત મેડિકલ સ્ટુડન્ટસ એસોસિએશને ટ્વિટર ડિજિટલ માધ્યમ પર ટ્વીટ કરી માગ કરી છે કે 10 ઓગસ્ટથી એટલે 66 દિવસથી AMCMET અને NHL કોલેજના મેડિકલના વિદ્યાર્થીઓને કોરોનાની ડ્યુટીનું સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવ્યું નથી.આશરે 1200 જેટલા વિદ્યાર્થીઓ જેમાં 750 NHL અને 450 AMCMETના વિદ્યાર્થીઓ સામેલ છે. 1200 વિદ્યાર્થીઓને 500 લેખે 66 દિવસના રૂ. 3.96 કરોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચૂકવ્યા નથી. ગુજરાત હાઈકોર્ટના વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ આપવાના ઓર્ડર બાદ પણ રકમ આપવામાં આવી નથી.હાલની પરિસ્થિતિમાં અન્ય ડેન્ટલ, મેડિકલ અને ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને કોરોનાની ડ્યુટીમાં લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન આ તમામ વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડની રકમ ક્યારે ચૂકવશે ? કોરોના જેવી મહામારી માં પણ તેઓ સ્વનો વિચાર કાર્ય વગર ભણતરની સાથે તેઓ કોરોનાની ડયુટી બજાવી રહ્યા છે તો છેલ્લે આ મુંજવણ ક્યારે ઉકેલાશે !

Related posts

Leave a Comment