બંસરી ભાવસાર, મહારાષ્ટ્ર.
મહારાષ્ટ્રમાં આવેલ ભંડારની જિલ્લા હોસ્પિટલમાં મોડી રાત્રે 2 વાગ્યે આગ લાગી હતી.જેમાં 10 નવજાત બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.જેમાં બાળકો એક દિવસથી લઈને 3 મહિનાના હતા.આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવી રહ્યું છે.રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દવારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.જિલ્લા કલેક્ટર સંદીપ કદમ, SP વસંત જાધવ, ASP અનિકેત ભારતી, જિલ્લા સર્જન ડો. પ્રમોદ ખંડાતે ઘટનાસ્થળ પર હાજર છે. સ્વાસ્થ્ય ડે. ડાયરેક્ટર સંજય જયસ્વાલ પણ નાગપુરથી હોસ્પિટલ પોહ્ચ્યા છે.સિવિલ સર્જન પ્રમોદ ખંડાતેએ જણાવ્યું હતું કે આગ સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં સવારે 2 વાગ્યે લાગી હતી. યુનિટમાંથી સાત બાળકને બચાવી લેવાયાં છે, સાથે જ દસ બાળકનાં મોત થયાં છે. આખી હોસ્પિટલને પોલીસ દ્વારા બંધ કરાવી દેવામાં આવી છે.. સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ એકદમ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. શ્વાસ રૂંધાવાથી મરનારાં બાળકોનું પોસ્ટમાર્ટમ નહીં કરવામાં આવે. ઘટના પાછળનું કારણ શોધીને દોષિત વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મહારાષ્ટ્ર રાજ્યના કોલ્હાપુરમાં એક સરકારી હોસ્પિટલમાં આગ લાગી હતી. છત્રપતિ પ્રમિલા રાજે શાસકીય હોસ્પિટલમાં બનેલી ઘટનાનું કારણ પણ શોર્ટસર્કિટ હોવાનું જણાવ્યું હતું. આ હોસ્પિટલમાં કોરોના સંક્રમિતોની સારવાર ચાલી રહી હતી. એ વખતે અહીં 400થી વધુ દર્દી એડમિટ હતા. જોકે આગથી તેમને કોઈ ખાસ નુકસાન થયું ન હતું.