ભારત દેશની સૌથી ફાસ્ટ ટ્રેન, 1 કલાકમાં કાપશે 180 km, PM મોદી 29 ડિસેમ્બરે લીલી ઝંડી બતાવશે

ભારત દેશની પ્રથમ એન્જિન વગરની ‘ટ્રેન 18’ને PM નરેન્દ્ર મોદી 29 ડિસેમ્બરે લીલી ઝંડી બતાવશે. ફાસ્ટેસ્ટ ટ્રેન દિલ્હીથી વારાસણી વચ્ચે ચલાવવામાં આવશે. આ સાથે જ આ ટ્રેનને શતાબ્દી ટ્રેનની જગ્યાએ ચલાવવામાં આવશે. ICF ચેન્નાઇ દ્વારા 100 કરોડના ખર્ચે બનેલી ‘ટ્રેન 18’ દેશની સૌથી ફાસ્ટ દોડનારી ટ્રેન છે. હાલમાં જ દિલ્હી રાજધાની રૂટ પર ટ્રાયલ દરમિયાન આ ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવામાં સફળ રહી હતી. સંભવીત યોજના અંતર્ગત ટ્રેન દિલ્હીથી સવારે 6 વાગે ઉપડશે અને બપોરે 2 કલાકે વારાસણી પહોંચશે. જ્યારે બપોરે 2.30 કલાકે વારાસણીથી નીકળશે અને 10.30 કલાકે દિલ્હી પહોંચશે.આ ટ્રેનમાં બે સ્પેશિયલ કોચ પણ હશે, જેમાં 52-52 સીટો હશે અને બાકીના કોચમાં 78-78 સીટ હશે. ટેસ્ટિંગ દરમિયાન ‘ટ્રેન 18’ની સફળતાથી પ્રભાવિત થઇને રેલવે મંત્રી પિયૂષ ગોયલે વધુ 4 આવી ટ્રેનો બનાવવા માટે કહ્યું છે.વર્ષ 2018 બનવાને કારણે આ ટ્રેનને “T-18” નામ આપવામાં આવ્યું છે. ભારતીય રેલવેનો આ પહેલો એવો ટ્રેન સેટ છે, જે મેટ્રોની જેવો છે. આમાં એન્જિન અલગ નથી, પરંતુ ટ્રેનના પહેલા અને છેલ્લા કોચમાં ટ્રેનને ચલાવવાની વ્યવસ્થા છે. આના કોચ સ્ટેનલેસ સ્ટીલનું હોવાને કારણે વજનમાં હળવું છે. આ ટ્રેન સેટમાં કેટલાય ફીચર ઉમેરવામાં આવ્યા છે, જેમાં WiFi, LeD લાઇટ્સ, પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ પણ શામેલ છે.

Related posts

Leave a Comment