ભારતીય કોરોના રસી Covaxinનું 50 પર ટ્રાયલ, પરિણામ આનંદપૂર્વક રહ્યું

covaxin bharat news inside

News Inside Team,

દિલ્હી : ભારતની પ્રથમ કોરોના વાયરસની રસી Covaxinનું ટ્રાયલ ઝડપથી ચાલી રહ્યું છે. PGI રોહતકમાં મનુષ્યો પર કરાયેલા તેના ફેઝ 1 ટ્રાયલનો પહેલો ભાગ પૂરો થઈ ગયો છે. જયારે દવાનું ટ્રાયલ માટે ભારતીય 50 લોકોને આ વેક્સીનનો પહેલો ડોઝ અપાયો છે. શનિવારે PGI રોહતકના વૈજ્ઞાનિકોએ ફેઝ-2ની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તેવું જાણવા મળ્યું છે. તેમણે 6 વધુ લોકોને વેક્સીનના ડોઝ આપ્યા છે. ટ્રાયલ ટીમમાં મુખ્ય ઈનવેસ્ટિગેટર ડો. સવિતા શર્માએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે, વેક્સીન ટ્રાયલના શરૂઆતના પરિણામ સારા આવતા ટ્રાયલ ટીમને પ્રોત્સાહન મળ્યું છે.

દિલ્હી એમ્સ હોસ્પિટલમાં ચાલતા ટ્રાયલને પડી વધુ એક મુશ્કેલી

સ્વદેશી covaxin નું સૌથી મોટું ટ્રાયલ દિલ્હીમાં ચાલી રહ્યું છે. રસીના ટ્રાયલ માટે પહેલા ચરણમાં સંસ્થાને 100 વોલેન્ટિયર્સ પર ટ્રાયલ કરવાનું છે. સૂત્રો મળતી માહિતી મુજબ, દિલ્હી એમ્સ હોસ્પિટલના ટ્રાયલમાં ભાગ બનવા માટે લગભગ 3500 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 50 ટકા અન્ય રાજ્યોથી આવેલા હતા. દિલ્હીમાં રહેતા મોટાભાગના વોલેન્ટિયર્સના શરીરમાં પહેલાથી જ કોરોના વિરુદ્ધ એન્ટીબોડી ઉપસ્થિત હોવાના કારણે તેઓને ડોઝ આપી શકાય તેમ ન હતો. તેનો મતલબ છે કે તેઓ ટ્રાયલ માટે યોગ્ય વ્યક્તિ નથી. એમ્સમાં શુક્રવારે એક વ્યક્તિને વેક્સીનનો ડોઝ અપાયો હતો. તેને કોઈ પ્રકારનું રિએક્શન નહોતું આવ્યું અને બે કલાક બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ.

Related posts

Leave a Comment