બકરી ઈદને લઇ અમદાવાદ પોલીસ કમિશ્નરનું જાહેરનામું

news inside

Bansari Bhavsar, Journalist

  • પશુને શણગારીને સરઘસ કાઢવા પર લગાવી રોક
  • પશુના અવશેષો જાહેરમાં ફેંકવા પર થશે દંડ
  • પશુની જાહેરમાં કે મહોલ્લામાં કતલ ન કરવાનો આદેશ
  • જાહેરનામાનો ભંગ કરનારની વિરુદ્ધ કરવામાં આવશે કાર્યવાહી
news inside corona update Ahmedabad police Bakri eid

મુસ્લિમ ધર્મ મુજબ “બકરી ઈદ” (ઈદ-ઉલ-અઝા) ના તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ તહેવારની ઉજવણી પ્રસંગે અમુક પ્રકારના જાનવરોની કુરબાની આપવામાં આવતી હોય છે. પરંતુ કોરોનની મહામારી દેશભરમાં ચાલતી હોવાના કારણે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી કોરોનની ખાસ પ્રકારની ગાઇડલાઇન મુજબ કોઈ પણ ધર્મના લોકોએ જે તે તહેવારોની ઉજવણી ભેગા થઈને કરવી નહિ તેમ ઉલ્લેખ કરી આદેશ આપવામાં આવ્યા છે. જયારે બીજી તરફ તાજેતરમાં 1 ઓગસ્ટના રોજ મુસ્લિમ ધર્મનો બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે. આ તહેવારમાં કોરોનનું સંક્રમણ અટકાવવા માટે અમદાવાદના પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ કમિશ્નર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે કે, કોઈ પણ પશુને શણગારીને તેને જાહેરમાં લઇ જઈને તેનું સરઘસ કાઢવું નહિ, તેમજ બકરી ઈદના નિમિતે પશુની કુરબાની આપી પશુના અવશેષોને જાહેરમાં ફેંકી દેવામાં આવતા હતા. આ અવશેષો જાહેરમાં ફેંકવાથી કોરોનનું સંક્રમણ વધી શકે છે તેવી આશંકાને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પશુના અવશેષોને જાહેરમાં ફેંકનાર વ્યક્તિને દંડ ફટકારવામાં આવશે. મુસ્લિમ ધર્મના તહેવારની ઉજવણી કરવા માટે કોઈ મનાઈ કરવામાં આવી નથી પરંતુ જાહેરમાં લોકોને દેખાય તે મુજબ પશુનું કતલ કરવાની અને તેના અવશેષો ફેંકવા ઉપર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર લોકો વિરુદ્ધમાં 188ની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

Related posts