‘પાઈરેટ્સ ઓફ ધ કેરેબિયન’માં હવે જેક સ્પેરો જોવા નહીં મળે, જાણો કારણ

‘પાઈરેટ્સ ઓફ ધ કેરેબિયન’ ફ્રેન્ચાઈઝીમાંથી કેપ્ટન સ્પેરોનો મુખ્ય રોલ પ્લે કરનાર જોની ડેપને કાઢી મુકવામાં આવ્યો છે. આ સમાચારની પુષ્ટિ ડિઝની ફિલ્મ પ્રોડક્શનના પ્રમુખ સીન બેલીએ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર, પોલ વરનિક અને હેટ રીસે ‘પાઈરેટ્સ ઓફ ધ કેરેબિય’ રીબૂટની સ્ટોરી લખી છે અને ફિલ્મના મેકર્સ તેમાં એક નવી ઉર્જા અને ઉત્સાહ લાવવા માંગતા હતા. ડેપને બહાર કરવા અંગેના સમાચાર સ્ક્રિપ્ટ રાઈટર સ્ટુઅર્ટ બિટીએ ઓક્ટોબરમાં આપ્યા હતા.જણાવી દઈએ કે, જોની ડેપ ‘પાઈરેટ્સ ઓફ ધ કેરેબિયન’ સાથે છેલ્લાં 14 વર્ષોથી સંકળાયેલો હતો. તે આ સીરિઝની તમામ પાંચ ફિલ્મોમાં જેક સ્પેરોના લીડ રોલમાં દેખાયો હતો. ‘પાઈરેટ્સ ઓફ કેરેબિયન’માં જેક સ્પેરોનુ કેરેક્ટર ફિલ્મનો સૌથી મહત્ત્વનો હિસ્સો છે. ફિલ્મમાં જોની ડેપના ન હોવાથી ચોક્કસપણે દર્શકો પર તેનો પ્રભાવ પડશે. ‘પાઈરેટ્સ ઓફ કેરેબિયન’ની પહેલી ફિલ્મ 2003માં આવી હતી. આ ફિલ્મને દુનિયાભરના લોકો દ્વારા પસંદ કરવામાં આવી હતી. અત્યારસુધીમાં તેની કુલ 4 સિક્વલ બની ચુકી છે.’પાઈરેટ્સ ઓફ કેરેબિયન’ની તમામ સિક્વલને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. ફિલ્મનુ મુખ્ય કેરેક્ટર જેક સ્પેરો આજે પણ દર્શકોના દિલો-દિમાગમાં છે. આથી, ફેન્સ માટે જોની ડેપનુ ફિલ્મમાં ન રહેવુ સારા સમાચાર નથી.

Related posts

Leave a Comment