દશામાના વ્રતનો આજે છેલ્લો દિવસ, સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ઠેર ઠેર પોલીસ દ્વારા રસ્તા બંધ

અમદાવાદ : છેલ્લા 10 દિવસથી દશામાં નું વ્રત ચાલી રહ્યું છે ત્યારે આજે દશા માં ના વ્રતનો અંતિમ દિવસ છે.ત્યારે શહેરમાં જાગરણ નિમિતે કોઈ પણ પ્રકારનો સોશીયલ ડિસ્ટન્સ ને લઈને નિયમનો ઉલ્લંઘન ન થાય તે હેતુથી પોલીસ દ્વારા રિવર ફ્રન્ટ તરફના ઘણા રસ્તા હાલ બંધ કરી દેવામાં આવી રહ્યા છે. દર વર્ષે દશામાના વ્રતના છેલ્લા દિવસે લોકો મેળાની જેમ ભીડમાં આખી રાત ઉજવણી કરે છે.કેટલાય વર્ષોથી આ રીતે શહેરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે.પરંતુ આ વર્ષે કોરોના વાઈરસની મહામારી જે રીતે ચાલી રહી છે.તેને જોતા કોરોના વાઇરસને ફેલાવતો અટકાવવા માટે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું ખૂબ જ જરૂરી છે કે જેનાથી કોરોના વાઇરસ સંક્રમણ વધતું અટકી શકે. આ કારણો સર અમદાવાદ પોલીસ દ્વારા દરી કામગીરી સામે આવી છે.તમે તસવીરમાં જોઈ શકો છો તે રીતે પોલીસ દ્વારા સાબરમતી રિવર ફ્રન્ટ બાજુના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે જેથી ભીડ ના જમાં થઈ શકે.રિવર ફ્રન્ટ ના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.દશામાના વ્રતનો છેલ્લો દિવસ હોવાના કારણે રિવરફ્ર્ટના તમામ દ્વાર પર હાલ પોલીસનો કાફલો તૈનાત છે.લોકો મૂર્તિ પધરાવવા ન આવે તે કારણોસર પોલીસ દ્વારા કોબિંગ નાઇટનું આયોજન કરવામાં આવેલ છે.જાગરણના દિવસે લોકોના ટોળા બહાર ના નીકળે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.કરફ્યુ નો ભાગ કરનાર લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

Leave a Comment