જૂનાગઢ: તાંત્રિકએ વિધિના બહાને 4 કરોડથી આધુની આચરી છેતરપિંડી

સોની વેપારી સાથે તાંત્રિકવિધિના બહાને 4 કરોડથી વધુ રકમ ખંખેરીયા

જુનાગઢમાં સોની વેપારીએ ધંધાના 9 લાખ 50 હાજરની ઉઘરાણી કઢાવવા અંધશ્રધ્ધામાં ધકેલાતા રૂ.4 કરોડ ગુમાવ્યા. સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો. રૂ.4 કરોડની ઠગાઈ કરનાર ચીટર ટોળકી વિરુધ્ધ એસપી સમક્ષ ફરિયાદ કરવામા આવી હતી. જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા અને ઢાલ રોડપર અંબીકા જવેલર્સ નામની પેઢી ધરાવતા કિરીટ પ્રાણજીવન બારભાયા નામના સોની વેપારીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં રૂ.4 કરોડની ઠગાઈ કરનાર જાવીદ મીર્ઝા, ભોલા બાપુ, સલીમ ખાદીમ અને શાહીદબાપુ સહિતની ટોળકી દ્વારા છેતરપીંડી આચરી હોવાનું જણાવાયું છે.પોલીસએ પ્રાપ્ત કરેલ પ્રાથમિક તપાસમાં વેપારી કિરીટ બારભાયાની પેઢીએ જાવીદ મીર્ઝા નામનો શખ્સ ગ્રાહક તરીકે આવ્યો હતો અને સોનાના દાગીનાની ખરીદી કરી બાદમાં જુના દાગીના પણ વેચવા આપી નાણા લઈ ગયો હતો. વેપારી કિરીટભાઈનો વિશ્વાસ કેળવી ઉધારીમાં કામ શરૂ કર્યું હતું. બાદમાં જાવીદ મીર્ઝાએ રૂ.9.50 લાખની કિંમતના દાગીના મેળવ્યા હતા અને તેની ઉઘરાણી કરવામાં આવતા આ દાગીના ભોલાબાપુના હોવાનું જણાવતા ભોલાબાપુનો સંપર્ક કર્યો હતો અને નાણા અપાવી દેવાનું જણાવ્યું હતું.બાદમાં ભોલાબાપુએ પણ થોડા નાણાની મદદ કરવાનું કહી કામ કરી આપવાનું જણાવ્યું હતું. આથી રૂ.2 લાખની રકમ આપી હતી. બાદમાં સલીમ ખાદીમને રૂ.4 લાખ, ભોલાબાપુ ઘેર વિધિ કરવા આવતા રૂ. 15 લાખ સહિત અંધશ્રધ્ધામાં અટકાવાયેલા વેપારી કિરીટભાઈએ રોકડ રકમ તથા સોનુ મળી કુલ રૂ.4 કરોડ આપ્યા હતા અને બાદમાં પોતે કરેલી ભૂલ સમજાતા તેઓ પોલીસ પાસે પહોંચ્યા હતા. હાલ સોની વેપારીની ફરિયાદને આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

Leave a Comment