ગૃહ મંત્રાલયએ 15 મી ઓગસ્ટની ઉજવણી ન કરવા આદેશ કર્યો

Newsinside team,

સ્વતંત્રતા દિવસની ઉજવણી ટેક્નોલોજીનો ઉપયોગ કરી કરવા જણાવ્યું

ગૃહ મંત્રાલય (એમએચએ) સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સલાહકાર જારી કરે છે. તમામ સરકારી કચેરીઓ, રાજ્યો, રાજ્યપાલો વગેરેને જાહેર જનતાના મંડળને ટાળવા અને ઉજવણી માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા જણાવ્યું છે. સામાન્ય રીતે દરવર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવતી હોય છે. સરકારી તેમજ ખાનગી સ્થળો અને જાહેર સ્થળો ઉપર પણ ભવ્ય રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોવાથી ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે સ્વતંત્રતા દિવસ તો છે પરંતુ કોરોના વાઇરસના કારણે દેશમાં ચાલતી મહામારીને ધ્યાનમાં રાખી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાની ના પાડવામાં આવી છે. રાજમાં કોઈ પણ ખાનગી અથવા સરકારી સ્થળ ઉપર લોકોને ભેગા થઇ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા ના પાડવામાં આવી છે. તેમજ આ વર્ષે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી ઓનલાઇન માધ્યમ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા આદેશ આપવામાં આવ્યા છે.

Related posts

Leave a Comment