ગુજરાત, આસામના CM જાગ્યા,PM હજુ જાગતા નથી: રાહુલ

ગુજરાતમાં ખેડૂતોના વીજબિલ માફ અને આસામમાં લોન માફ થતા રાહુલ ગાંધીનો કટાક્ષ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. આ વખતે ખેડૂતોની લોન માફીનો મુદ્દો હાથમાં લીધો હતો. રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ ગુજરાત અને આસામના મુખ્યમંત્રીઓની ઊંઘ ઉડાડી છે પરંતુ વડાપ્રધાન હજુય જાગતા નથી. અગાઉ મંગળવારે પણ પત્રકાર પરિષદ દરમિાયન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જ્યાં સુધી ખેડૂતોની લોન માફ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે નરેન્દ્ર મોદીને નહીં બેસવા દઈએ કે નહીં સૂવા દઈએ.ખેડૂતોની લોન માફ કરવાના મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વીટ પર જ્યારે નીતિ આયોગના વાઈસ ચેરપર્સન રાજીવ કુમારને સવાલ કરાયો તો તેમણે કહ્યું હતું,‘હું શું કહી શકું? આ કંઈક એવું છે કે માનો કે ન માનો હું જ ચેમ્પિયન.“સરકાર તમામ ચીજો જોઈને કામ કરે છે. મને લાગતું નથી કે કોઈપણ અન્ય સરકારે ખેડૂતો માટે આટલું કામ કર્યુ હોય જેટલું હાલની સરકાર કરી રહી છે.ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી અગાઉ ખેડૂતોનું ઋણ માફ કરવાનું વચન આપ્યું હતું.

Related posts

Leave a Comment