ગુજરાતમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વધે તેવી પુરી શક્યતા

ગાંધીનગર : ગઈકાલે સાંજે ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોન વધારવા મુદ્દે ચર્ચા કરાઈ છે – સૂત્ર

મુખ્યમન્ત્રી નિવાસ સ્થાને યોજાયેલ ગઈ કાલ સાંજ ની બેઠક માં કન્ટેન્ટમેન્ટ ઝોને વધારવાના મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમની પણ હાજરી જોવા મળી હતી.સૂત્રો પાસે થી આ માહિતી મળેલ છે.કોરોનાની મહામારી દેશમાં દિવસે ને દિવસે હાહાકાર બોલાવી રહી છે. જેમાં આજની સ્થિતિ જોઈએ તો દેશમાં કોરોનનો આંકડો 9 લાખને પાર પોંહચી ગયેલ છે.મુખ્ય મઁત્રી દ્વારા ભાજપના ધારાસભ્યો સાથે ચર્ચા કરવામાં આવી હતી. સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ મુદ્ધે ચર્ચા ચાલી હતી.તેમજ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કાયદાનો વધુ કડક અમલ કરવામાં આવશે અને કન્ટેન્ટમેન્ટ ઝોન માં વધારો કરવામાં આવશ.આ બેઠકમાં એસ ટી બસ ની સેવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.વડોદરા ભરૂચ જેવા રુટ શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.અને તાત્કાલિક નવા કન્ટેન્ટમેન્ટ ઝોન શરુ કરવા કે જ્યાં કોરોના ના કેશ માં વધારો જોવા મળી રહ્યો છે.એક તરફ કોરોના કેશ વધી રહ્યા છે અને મૃત્યદર ઘટી રહ્યો છે તેવું સરકાર બતાવી રહી છે પરંતુ બીજી બાજુ આમ કન્ટેન્ટમેન્ટ ઝોન ને વધારવા મુદ્દે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.આવા આક્ષેપો પર સાચું શું સમજવું તે પ્રજા માટે મુશ્કેલીભર્યું વર્તાય છે.

Related posts

Leave a Comment