ગુજરાતના 1986 બેચના ત્રણ IPS અધિકારીઓને પ્રોમોશન

Nidhi Dave,

ગુજરાત રાજ્યના 1986 બેચના ત્રણ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું. DGP ગ્રેડનું પ્રમોશન આપવામાં આવ્યું. આ પ્રમોશનમાં પ્રથમ સ્થાને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ના સ્પેશિયલ ડિરેક્ટર IPS કેશવ કુમારનું નામ છે. જેઓએ ACB માં સારી કામગીરી કરી હોવાના કારણે તેઓને DGP ગ્રેડનું પ્રોમોશન આપવામાં આવેલ છે. ત્યાર બાદ બીજા ક્રમે IPS ડો.વિનોદ કુમાર માલ નું નામ છે. જેઓ પણ 1986 બેચના IPS હતા. હાલ તેઓ ગાંધીનગર ખાતે એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકેની ફરજ બજાવે છે. તેઓને પણ DGP ગ્રેડ પૅનું પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્રીજા ક્રમે CID ક્રાઇમ અને રેલવે ના IPS સંજય શ્રીવાસ્તવને DGP ગ્રેડ પે નું પ્રમોશન આપવામાં આવ્યું છે. આ તમામ IPS અધિકારીઓ 1986 બેચના હતા. જેઓ જુદી જુદી જગ્યાએ પોતાની ફરજ બજાવતા હતા. નિષ્ઠા પૂર્વક પોતાની સારી કામગીરીના કારણે તેઓને DGP ગ્રેડનું પ્રમોશન આપવામાં આવ્યું છે. ગુજરાતની જનતા તરફથી ન્યુઝ ઇનસાઇડ ઉપરોક્ત ત્રણ IPS અધિકારીઓને અભિનંદન પાઠવે છે.

Related posts

Leave a Comment