ગાંધી યુથ કલબ દ્વારા ભુલકાઓના હસ્તે પુસ્તકાલયનું લોકાર્પણ

સત્યાર્થી ફાઉન્ડેશન સંચાલિત ગાંધી યુથ ક્લબ પ્રેરિત ‘ધર્મ-શાંતિ જ્ઞાન પરબ’ સાર્વજનિક પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું. તારીખ 17 જાન્યુઆરીના રવિવારના રોજ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના કેવડિયા ગામ ખાતે પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં બાળકો મોબાઈલ અને ઈન્ટરનેટના જમાનામાં પુસ્તકોને ભૂલી રહ્યા છે. સોસીયલ મીડિયામાં કયો ફોટો અને વિડિઓ વાઇરલ થઇ રહ્યો છે. તેની ખબર હોય છે. મોબાઈલ અને કમ્પ્યુટરમાં આવતી ગેમના નામ પૂછવામાં આવે ત્યારે ગેમ્સના નામનું લિસ્ટ સાંભળવામાં આવે પરંતુ જો પુસ્તકના 5 નામ પૂછવામાં આવે તો બાળક મૂંઝવણમાં મુકાઈ જતું હોય છે. બાળકોને પુસ્તક સાથે મિત્રતા કરાવવા માટે ગાંધી યુથ ક્લબના પ્રમુખ નિમેષભાઈ વાઘેલા દ્વારા સાર્વજનિક પુસ્કાલયને શરુ કરવામાં આવ્યું છે.
પુસ્તકાલયના લોકાર્પણની વિશેષતા એ છે કે,આ સાર્વજનિક પુસ્તકાલય ભુલકાઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ મામલે ગાંધી યુથ ક્લબના પ્રમુખ નિમેષભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, ”વર્તમાન સમયમાં બાળકોને પુસ્તક સાથે મિત્રતા કરાવી તે ખુબ કઠિન બાબત છે. કારણ કે આજ ના સમાર્ટ ફોનના યુગમાં બાળકોને મનોરંજન માટેના અનેક સ્ત્રોત ઉપલબ્ધ છે. સોસીયલ મીડિયા, યૂટ્યૂબ વીડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર અને ડિજિટલ ગૅમ્સ વગેરેના કારણે બાળકને પુસ્તકમાં રસ રહેતો નથી. બાળકોને પુસ્તકમાં રસ જાગે અને પુસ્તકો વાંચે તે માટે બાળકોના હસ્તે જ આ પુસ્તકાયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.”

સાશ્વત એન.વાઘેલા જેની ઉંમર 11 વર્ષ છે. અને વેદલ ધર્મેશભાઈ રાઠોડ જેની ઉમર આશરે 9 વર્ષ અને માહી રાઠોડ જેની ઉંમર 8 વર્ષ છે. આ ત્રણેય બાળકોએ તેઓના મિત્રો સાથે સાર્વજનિક પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમમાં બાળકોનો ઉત્સાહ વધારવા તેમજ પુસ્તક વાંચવા બાળકોને પ્રેરિત કરવા માટે ગામના સરપંચ શ્રી અજીતસિંહ ખાંટ સહીત ગામના વડીલો અને ગાંધી યુથ ક્લબના પ્રમુખ શ્રી નિમેષભાઈ વાઘેલા તેઓના ધર્મ પત્ની અને ગાંધી યુથ ક્લબના મેમ્બર શ્રીમતી મનીષાબહેન એન. વાઘેલા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સાશ્વતએ પુસ્તકાલયના લોકાર્પણ કાર્ય બાદ પોતાનું મંતવ્ય જણાવતા કહ્યું હતું કે, “આ પુસ્તકાલય જે બનાવ્યું છે. તે ખુબજ સારું કામ કર્યું છે. ગામડાના લોકોને અને ગામમાં રહેતા બાળકોને આ પુસ્તકાલય ખુબ ઉપયોગી રહશે. પુસ્તકો દ્વારા ગામના લોકો કશું શીખી શકશે અને નવી બાબતો જાણી શકશે અને નિયમિત પુસ્તકોના વાંચનથી જીવનમાં પણ આગળ વધી શકાય છે.” પુસ્તકો વિષે સાશ્વત મને છે કે,” પુસ્તક કોઈ પણ વ્યક્તિને ઊંચાઈ સુધી પોહચાડી શકે છે.” આટલી નાની ઉંમરે સાશ્વતને ખ્યાલ છે કે, જીવનમાં પ્રગતિ કરવા માટે નિયમિત વાંચન ખુબ જરૂરી છે.

Related posts

Leave a Comment