News Inside
ગાંધીનગર : જિલ્લામાં ચાલતી પ્રોહિબિશન દૂર કરવા માટે LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા આજરોજ સરપ્રાઈઝ પ્રોહિબિશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. એક જ દિવસમાં કુલ 251 જેટલી રેઇડ કરવામાં આવી હતી. 251 રેઇડ પૈકી 109 રેઇડમાં સફળતા મળી હતી.
ઉલ્લેખીય એ છે કે, ગાંધીનગર જિલ્લામાં આવેલા સાંતેજ ગામ ખાતે LCB નો કૉલીટી કેશ બન્યો છે. જેમાં ભારતીય બનાવતી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દેશી ભાષામાં કહીએ તો ધણી વગરના પોલીસ સ્ટેશનની હદમાં અનેક કળા ધંધા થતા હોવાના સમાચાર અવાર નવાર સાંભળવામાં આવતા હોય છે. ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેકટ મસાણી દ્વારા સાંતેજ વિસ્તારમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી હોતી નથી. એટલું જ નહિ પરંતુ સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં પ્રોહિબિશન એક્ટિવિટી પણ વધુ પ્રમાણમાં ચાલતી હોય છે. જીલ્લમાં આવેલા સાંતેજ ગામને દેશી દારૂ, વિદેશી દારૂ તેમજ નશીલા પદાર્થોનું સૌથી મોટું હબ હોવાની લોકમુખે ચર્ચા થઇ રહી છે.
વધુમાં જણાવીએ તો, વોશ તથા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બીયરના જથ્થા સહીત કુલ રૂ .૫૬૬૩૭ / – મુજબનો મુદ્દામાલ કબ્જે કરતી ગાંધીનગર જીલ્લા પોલીસ ટીમ ગાંધીનગર જીલ્લામાં પ્રોહીબીશનની ગે.કા પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ ગાંધીનગર રેન્જ આઇ.જી.પી. શ્રી અભય ચુડાસમા તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્લ નાઓ દવારા તા .૮ / ૪ / ૨૦૨૨ સવાર કઃ ૪/૦૦ થી ૮/૦૦ દરમ્યાન પ્રોહીબીશન સરપ્રાઇઝ ડ્રાઇવ રાખવામાં આવેલ . આ ડ્રાઇવ દરમ્યાન નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓને અલગ અલગ પો.સ્ટે.વાઇઝ સુપરવિઝન સોંપવામાં આવેલ ગાંધીનગર જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન , એલ.સી.બી. એસ.ઓ.જી. તેમજ અન્ય બ્રાન્ચના અધિકારી તથા માણસોની કુલ- ૫૪ ટીમો તૈયાર કરી ગાંધીનગર જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ- ૨૫૧ રેડ કરવામાં આવેલ જે પૈકી ૧૦૯ સફળ રેડ કરી કેસ કરવામાં આવેલ છે જયારે ૧૪૨ જેટલા બુટલેગરોને ચેક કરી મુદ્દામાલ ન મળતા નીલ રેડ કરવામાં આવેલ છે . આ સમગ્ર રેડ દરમ્યાન કુલ -૮૩ આરોપીઓ પકડી પાડી દેશીદારૂ લીટર -૬૫૪ , વોશ લીટર -૫૨૧૪ તથા ભારતીય બનાવટના વિદેશ દારૂ બોટલ નંગ -૫૩ , બીયર નંગ -૧૩ મળી કુલ રૂ . ૫૬૬૩૭ / -મુજબનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે . ઉપરોકત કેસો પૈકી એલ.સી.બી પો.સ.ઇ શ્રી પી.ડી વાઘેલા , એ.એસ.આઇ જોગીન્દરસિંગ મહેરસિંગ , એ.એસ.આઇ હરદેવસિંહ દલપતસિંહ , હે.કો સજજાદહુસેન સબ્બીરહુસેન , હે.કો રાકેશસિંહ મુકેશસિંહ હે.કો નરેશકુમાર વિરજીભાઇ તથા પો.કો સુરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વિગેરે ટીમ દવારા પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે જેમાં સાંતેજ ગામે રેડ કરી આરોપી આકાશ બાબુજી ઠાકોર રહે . અંબાજી પરૂ મેલડી માતાના મંદિર સામે મકાનમાં ગામ સાંતેજ તથા અન્ય એક સાગરીત ( વોન્ટેડ ) અજીતજી ઉર્ફે ગુંડો નારણજી ઠાકોર રહે . ઉપર મુજબ નાઓએ મકાનમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો જેમાં બોટલ નંગ -૫૩ તથા બીયરના ટીન -૧૩ કિ.રૂ. ૨૫૫૫૫૮ મુજબ કબ્જે કરી કાયદેસર કાયવાહી કરવામાં આવેલ છે . આમ , ગાંધીનગર જીલ્લા પોલીસ દવારા પ્રોહીબીશીનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ સરપ્રાઇઝ પ્રોહીબીશન ડ્રાઇવ નું આયોજન કરી સફળ કામગીરી કરવામાં આવેલ છે .