કોરોનાના કારણે અમરનાથ યાત્રા પર પ્રતિબંધ, ઉપરાજ્યપાલ સાથે બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય

દેશભરમાં હાલ કોરોના દર્દીનો આંકડો 11 લાખને પાર કરી ચુકયો છે ત્યારે બીજી બાજુ શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે. શિવજીના ભક્તો મંદિરોમાં ઉમટી પડતા જોવા મળે છે.ત્યારે હાલ માં જ સરકાર દારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષે અમરનાથની યાત્રા યોજવામાં નહિ આવે.હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમાર્નાથી યાત્રા પર રોક લગાવી દેવામાં આવી છે.આ મુદ્દે ઉપરાજ્યપાલ સાથે બેઠક યોજવામાં આવી હતી.અને ઘણી ચર્ચા બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષે કોરોના વાઇરસની મહામારી હોવાને કારણે દર વર્ષની જેમ અમરનાથ ની યાત્રા યોજવામાં નહિ આવે.આજે અમરનાથ યાત્રા બોર્ડની બેઠક મળી હતી. જેમાં તમામ બોર્ડ મેમ્બરે યાત્રા ન થવી જોઈએ તેવો મત વ્યકત કર્યો હતો. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મૂએ અમરનાથ યાત્રાને લઈને આજે બેઠક બોલાવી હતી.લાંબી ચર્ચા બાદ સર્વસમ્મતિથી અમરનાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાજ્યપાલ શ્રી અમનાથજી શ્રાઈન બોર્ડના અધ્યક્ષ પણ છે.ઇતિહાસમાં આ પહેલી વખત બનશે કે અમાર્નાથી યાત્રા શરુ થાય એ પેહલા જ ટાળી દેવામાં આવી છે જેનું સૌથી મોટ કારણ એ જ છે કે કોરોના।કોરોના વાઇરસના કારણે જે સ્થીથી ભારત ભરમાં તેમજ વિશ્વ સ્તરે ઉભી થા છે તેને કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.મહત્વની વાત એ છે કે આ અમરનાથ ની યાત્રામાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં જતા હોય છે અને હાલ ની સ્થિતિ જોઈએ તો સુરત અમદાવાદ જેવા શહેરોમાં કોરોનના કેશની સંખ્યામાં ભરખમ વધારો થતો જોવા મળી રહ્યો છે.જેથી ગુજરાતને પણ ધક્કો લાગી રહ્યો છે.અમરનાથ યાત્રા રદ્દ કરવાનું મોટું કારણ કોરોના વાયરસના સતત વધી રહેલા કેસ છે. જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીમાં 14650 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી 254 લોકોના મોત થયા છે. 8274 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે અને 6122 દર્દીઓની સારવાર ચાલી રહી છે

Related posts

Leave a Comment