કોંગ્રેસનો જેપીસી મુદ્દે હંગામો લોકસભા-રાજ્યસભા સ્થગિત

કોંગ્રેસ ઉપરાંત એઆઈએડીએમકે, ડીએમકેના સભ્યોએ નારેબાજી કરી

નવી દિલ્હી: લોકસભામાં બુધવારે સરોગસી (નિયામક) બિલને પસાર કરાયું હતું. ભારતમાં સરોગસીથી ઉદભવતી સમસ્યાઓનાં ઉકેલ માટેનું આ બિલ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડાએ કહ્યું હતું કે વ્યાવસાયિક સરોગસી પર પ્રતિબંધ મૂકવાના હેતુથી આ બિલ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ બિલ વ્યાવસાયિક સરોગસી અને તેની સાથે સંકળાયેલા અનૈતિક કાર્યો પર પ્રતિબંધ લગાવશે. આ બિલની જોગવાઈ અનુસાર માત્ર એ જ યુગલોને સરોગસીની અનુમતિ મળશે જેઓ સંતાન પેદા કરી શકતા નથી. આ રીતે સંતાન મેળવવા માગતા લોકો ભારતીય હોવા જરૂરી બનશે અને લગ્નને ઓછામાં ઓછા પાંચ વર્ષ થયા હોવા જરૂરી બનશે.સંસદના શિયાળુ સત્રમાં રફાલ મુદ્દો ગરમાગરમ રહ્યો છે. બુધવારે પણ કોંગ્રેસ રફાલ સોદામાં જેપીસી દ્વારા ફરીથી તપાસની માગણી ફરીથી કરવામાં આવી હતી અને કોંગ્રેસી સભ્યોએ આ સાથે ભારે હંગામો મચાવી દીધો હતો. .આ ઉપરાંત એઆઈએડીએમકે અને ડીએમકેના સભ્યોએ પણ કાવેરી નદી પર ડેમના વિરોધમાં પ્લેેકાર્ડ સાથે વેલમાં ધસી ગયા હતા અને નારેબાજી કરવા લાગ્યા હતા. જેના પછી સ્પીકર સુમિત્રા મહાજને લોકસભા કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. લોકસભામાં ટીડીપીના સભ્યોએ પણ આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માગણી સાથે હંગામો મચાવ્યો હતો. તેમના ૪૦થી વધુ સભ્યો સ્પીકરના આસન સુધી ધસી ગયા હતા. ભાજપના કેટલાક સભ્યો પણ પોતાની સીટ પરથી કેટલાક મુદ્દાઓ ઊઠાવતા જોવા મળ્યા હતા. લોકસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રફાલ વિમાન સોદામાં જેપીસી દ્વારા તપાસની માગણી કરી હતી. જ્યારે સંસદીય બાબતોનાં મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે સરકાર રફાલ અંગે ચર્ચા કરવા તૈયાર છે.જ્યારે રાજ્યસભામાં પણ રફાલ મુદ્દે જોરદાર હોબાળો મચી ગયો હતો. જેના પછી વેંકૈયા નાયડુએ થોડા સમયમાં જ રાજ્યસભા સ્થગિત કરી દીધી હતી..

Related posts

Leave a Comment