આમિર ખાનની ‘TOH’ કરતા પણ ખરાબ હાલ ‘ઝીરો’ના, 4 દિવસમાં માત્ર આટલી કમાણી કરી

આનંદ એલ. રાયની ‘ઝીરો’ ફિલ્મને ક્રિટિક્સના મિક્સ રિએક્શન મળ્યા છે, જોકે શાહરૂખની ફિલ્મો પાસેથી જે પ્રકારની આશા હોય છે, ‘ઝીરો’ તેના પર ખરી નથી ઉતરી શકી.ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો શુક્રવારે રીલિઝ થયેલી ‘ઝીરો’એ પહેલા દિવસે ઠીક-ઠીક કમાણી કરી હતી. પરંતુ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ‘ઝીરો’ કુલ 4380 સ્ક્રીન્સ પર રીલિઝ થઈ હતી. શુક્રવારે ફિલ્મે કુલ 20.14 કરોડ અને શનિવારે 18.22 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. અનુમાન લગાવવામાં આવ્યું હતુ કે, વીકેન્ડમાં ફિલ્મનુ કલેક્શન વધી શકે તેમ છે, પરંતુ એવુ ન થયુ.મળતી માહિતી અનુસાર, રવિવારે પણ ‘ઝીરો’નો બિઝનેસ ઠંડો રહ્યો અને તે કુલ 17 કરોડ રૂપિયાનો જ બિઝનેસ કરી શકી છે. આ પ્રકારની ફિલ્મે 3 દિવસમાં 55.36 કરોડ રૂપિયાનુ કલેક્શન કર્યુ હતુ. બોક્સ ઓફિસ પર ‘ઝીરો’ની ધીમી ગતિ બાદ એવુ લાગી રહ્યુ છે કે, શાહરૂખની આ ફિલ્મનો હાલ પણ ‘જબ હેરી મેટ સેજલ’ જેવો થશે. 2018નો અંત બોલિવુડ માટે સારો નથી રહ્યો. નવેમ્બરમાં આમિર ખાનની બિગ બજેટ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ની પણ ખરાબ હાલત થઈ હતી, જોકે ‘ઝીરો’ની અપેક્ષાએ તે સારી સાબિત થઈ હતી. ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તા’ને ત્રણ દિવસમાં 102 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.’ઝીરો’માં શાહરૂખ ખાને એક દ્વાર્ફનુ કેરેક્ટર પ્લે કર્યુ હતુ, જે મેરઠનો રહેવાસી છે, ફિલ્મમાં VFXનુ ઘણુ કામ છે, જેને કારણે તેનુ બજેટ વધ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે, ફિલ્મના કુલ 175 કરોડના બજેટમાં ¼ જેટલુ બજેટ તો VFX પર જ ખર્ચવામાં આવ્યુ છે.’ઝીરો’માં શાહરૂખ ખાનની એક્ટિંગના તો વખાણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ફિલ્મની વાર્તા કમજોર છે. શાહરૂખ ખાનના કરિયરના હિસાબથી ‘ઝીરો’ ખૂબ જ જરૂરી છે. તેની છેલ્લી ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ નથી બતાવી શકી.

Related posts

Leave a Comment